Thursday 1 September 2022

Class-4 Gujarati Questions and Answers

 


Class 4 Gujarati Textbook Solutions Chapter 1 


ખિસ્સામાં પહેલવાન? હા!


Textbook Questions and Answers


1. ચાલો, ગાઈએ ગીતડું :



2. જોડીમાં કામ કરો. ચિત્ર જુઓ, પ્રશ્નોના જવાબ આપો.


પ્રશ્ન 1.

આ ચિત્ર કયા કાર્યક્રમ કે પ્રસંગનું લાગે છે? કેવી રીતે ખબર પડી?

ઉત્તર :

આ ચિત્ર કોઈ સામાજિક પ્રસંગનું લાગે છે. ચિત્રમાં વડીલો વધારે દેખાય છે.


પ્રશ્ન 2.

ચિત્રમાં કેટલાં બાળકો છે? તેઓ શું કરી રહ્યાં છે?

ઉત્તર :

ચિત્રમાં એક બાળક છે. તે તેનાં મમ્મી-પપ્પા સાથે જમી રહ્યું છે.



પ્રશ્ન 3.

કોણ કોણ ખાતું નથી? કેમ?

ઉત્તર :

ભોજન પીરસનારા ભોજન પીરસતા હોવાથી ખાતા નથી.


પ્રશ્ન 4.

ચિત્રમાં કોણ કોણ ખુશ છે? તેઓ કેમ ખુશ હશે?

ઉત્તર :

ચિત્રમાં લગભગ બધાં જ ખુશ છે, કેમ કે તેઓ ભોજનનો આનંદ માણી રહ્યા છે.



પ્રશ્ન 5.

કોણ દુઃખી, નારાજ કે ઉદાસ જણાય છે? તેઓ કેમ દુઃખી, નારાજ કે ઉદાસ હશે?

ઉત્તર :

બે-ત્રણ વ્યક્તિઓ થોડા નારાજ જણાય છે. તેઓ જોડીમાં નથી તેથી દુઃખી, નારાજ કે ઉદાસ હશે.


ચિત્ર પરથી આ પ્રસંગ વિશે સાતથી દસ વાક્યો લખો. તેમાં ‘ચિત્ર’ શબ્દ વધુમાં વધુ બે વાર આવવો જોઈએ.


…………………………………………………………………………………………………..

…………………………………………………………………………………………………..

…………………………………………………………………………………………………..

…………………………………………………………………………………………………..



પ્રશ્ન 1.

ચિત્ર પરથી આ પ્રસંગ વિશે સાતથી દસ વાક્યો લખો. તેમાં ‘ચિત્ર’ શબ્દ વધુમાં વધુ બે વાર આવવો જોઈએ.

ઉત્તર :

આ ચિત્ર કોઈ સામાજિક પ્રસંગનું છે. તેમાં સૌ ભોજનનો આનંદ માણી રહ્યાં છે. આ પ્રસંગ કોઈ ખુલ્લી જગ્યાએ છે. તેને સુંદર ચિત્રોવાળા ચંદરવા અને પડદાથી સુશોભિત કરેલ છે. મોટા ભાગના લોકો ઊભા ઊભા જમે છે, બે વડીલો ખુરશીમાં બેસીને જમે છે. પ્રસંગમાં સાફો બાંધેલા બે લોકો વિશેષ ધ્યાન ખેંચે છે.



ગીડું ગાશું ને !- એક ચણો ખાડામાં પડ્યો …



૩. વાર્તા : શેરીથી શર્ટ સુધી

(નોંધ : વિદ્યાર્થીઓએ વાત સાંભળવી અને વાંચવી.]

વાર્તામાંનું ગૃહકાર્ય : ખિસ્સાને ખોળામાં બેસાડી સૂકવતા સૂરજદાદા દોરો.


વાતચીત :


પ્રશ્ન 1.

વાર્તામાં તમને ક્યારે ક્યારે દુઃખ થયું? વાર્તામાં તે જગ્યાએ છે દોરો. ક્યારે ક્યારે સારું લાગ્યું? વાર્તામાં તે જગ્યાએ એ દોરો.

ઉત્તર :

બુશકોટભાઈએ ખિસ્સાને કાઢી મૂક્યું ત્યારે દુ:ખ થયું. ખિસ્ ઊજળું અને ચોખ્ખું થઈ ગયું ત્યારે સારું લાગ્યું. સૂરજદાદાએ ખિસ્સાની ઉપર વહાલથી હાથ ફેરવ્યો ત્યારે સારું લાગ્યું. દરજીભાઈએ કરચલીવાળા ખિસ્સાને દુકાનમાંથી હાંકી કાઢયું ત્યારે દુ:ખ થયું. ધોબીએ ખિસ્સાની કરચલીઓ ઇસ્ત્રી ફેરવીને દૂર કરી ત્યારે સારું લાગ્યું. દરજીભાઈએ ખિસ્સાને નીરજભાઈના બુશકોટ પર ચોંટાડી દીધું ત્યારે સારું લાગ્યું.

નોંધ : પાઠ્યપુસ્તકમાં છે અથવા સ્માઇલી દોરવી.


પ્રશ્ન 2.

વાર્તામાં તમને ગમી ગયાં હોય તેવાં બે વાક્યો વાંચી સંભળાવો.

ઉત્તર :

વાર્તામાં મને ગમતાં બે વાક્યોઃ


સૂરજદાદા કહે, ‘હવે તું વહાલું વહાલું લાગે છે, બચુકડા.’

નીરજભાઈ બચુકડા ખિસ્સા પર હાથ ફેરવીને બોલ્યા, “અરે વાહ ! કેવું મજાનું ખિસ્યું છે ! મને બહુ ગમ્યું.”

પ્રશ્ન 3.

તમને એક ખિસ્સાવાળું ફ્રૉક / શર્ટ ગમે કે વધારે ખિસ્સાવાળું? કેમ?

ઉત્તર :

મને એક ખિસ્સાવાળું ફ્રૉક / શર્ટ ગમે કેમ કે તેથી એક જ ખિસું સાચવવું પડે. ખિસ્સામાં નકામો ભાર થઈ જાય નહિ.



પ્રશ્ન 4.

શર્ટના ખિસ્સામાં શું મૂકી શકાય? ને પેન્ટના ખિસ્સામાં?

ઉત્તરઃ

શર્ટના ખિસ્સામાં પેન મૂકી શકાય. પૅન્ટના ખિસ્સામાં હાથરૂમાલ મૂકી શકાય.


પ્રશ્ન 5.

મોટા માણસો તમારી સાથે કેવી રીતે વાત કરે તો તમને ગમે?

ઉત્તર :

મોટા માણસો મીઠાશથી અને વહાલથી વાત કરે તો મને ગમે.



પ્રશ્ન 6.

મમ્મી, પપ્પા અને ઘરનાં બીજાં બધાંમાં કોનાં કપડાં પર ખિસ્સે નથી? કેમ?

ઉત્તર :

મમ્મીનાં કપડાં પર ખિસ્યું નથી, કારણ કે, મમ્મીને પર્સ જ વાપરવું અનુકૂળ છે.


પ્રશ્ન 7.

આ વાર્તામાં બન્યું એવું ખરેખર તો બનતું નથી. તોપણ મજા કેમ આવે છે?

ઉત્તર :

આ વાતમાં કંઈ સાચું ના હોવા છતાં ખિસ્સાને બાળકની જેમ ૨તું અને હસતું દર્શાવવાથી રમૂજી વાતો બની છે એટલે મજા આવે છે.

(નોંધ : વિદ્યાર્થીઓએ પોતાની રીતે ઉત્તર આપવા.).


4. જૂથમાં કામ કરો. અભિનય સાથે બોલો:


એમ શું કહો છો બુશકોટભાઈ ! મને તમારી સાથે બહુ ગમે છે.

તને જોઈને સૂગ ચડે છે. તારી સાથે વાતેય કોણ કરે !

હવે તું વહાલું વહાલું લાગે છે, બચુકડા !

મારે તારું કામ નથી. ભાગ અહીંથી.

એય બચોળિયા, મારાં કપડાં બગાડી નાખ્યાં.

અરે એમ વાત છે? આવ અહીં, તારી કરચલી ચપટી વગાડતાં છૂ કરી દઉં.

હું એકદમ કડક ને ફાંકડું થઈ ગયું.

[નોંધ: વિદ્યાર્થીઓએ ઉપરનાં વાક્યો અભિનય સાથે બોલવાં.]



5. વાક્ય સાચું હોય તો બોલો ‘ફાંકડું અને ખોટું હોય તો બોલો’ ગપલું


પ્રશ્ન 1.


ખિસ્સે રખડુ હતું, તેથી ચકાચક ચોખ્યું હતું.

ખિસ્સાની આંખમાંથી સફરજન જેવડાં આંસુ ટપક્યાં.

પોતાનાં આંસુથી ધોવાઈને ખિસું સાફ થઈ ગયું.

સૂરજદાદાએ ખિસ્સા સાથે ગુસ્સથી વાત કરી.

સૂરજદાદાની ગરમીથી દઝાઈ જતાં ખિસ્સાથી. ચીસ પડાઈ ગઈ.

દરજીકાકાએ કરચલીવાળા ખિસ્સાને કાઢી મૂક્યું.

ધોબીભાઈએ ઇસ્ત્રી ફેરવી ખિસ્સાને કડક બનાવી દીધું.

ખિસ્સે હવે નીરજભાઈની સાથે ને સાથે જ રહે છે.

ઉત્તર :


ખિસ્સે રખડુ હતું, તેથી ચકાચક ચોખ્યું હતું. – ગપલું

ખિસ્સાની આંખમાંથી સફરજન જેવડાં આંસુ ટપક્યાં. – ફાંકડું

પોતાનાં આંસુથી ધોવાઈને ખિસું સાફ થઈ ગયું. – ફાંકડું

સૂરજદાદાએ ખિસ્સા સાથે ગુસ્સથી વાત કરી. – ગપલું

સૂરજદાદાની ગરમીથી દઝાઈ જતાં ખિસ્સાથી. ચીસ પડાઈ ગઈ. – ગપલું

દરજીકાકાએ કરચલીવાળા ખિસ્સાને કાઢી મૂક્યું. – ફાંકડું

ધોબીભાઈએ ઇસ્ત્રી ફેરવી ખિસ્સાને કડક બનાવી દીધું. – ફાંકડું

ખિસ્સે હવે નીરજભાઈની સાથે ને સાથે જ રહે છે. – ફાંકડું

6. આવું કોણ બોલી શકે ?


પ્રશ્ન 1.


………………… : અરે વાહ ! આવું મજાનું ખિસું તો મને બહુ ગમે.

………………… : આવ દીકરા, બીશ નહીં.

………………… : એય બચ્ચું, ચલ ભાગ અહીંથી.

………………… : ઓ મા ! બહુ ગરમ લાગે છે.

………………… : એય ખિસ્સા, આવી જા. બેસાડું તને નવાં નવાં કપડાં પર.

ઉત્તર :


નીરજભાઈ : અરે વાહ ! આવું મજાનું ખિસું તો મને બહુ ગમે.

સૂરજદાદા: આવ દીકરા, બીશ નહીં.

દરજીભાઈ : એય બચ્ચું, ચલ ભાગ અહીંથી.

ખિસ્યુંઃ ઓ મા ! બહુ ગરમ લાગે છે.

દરજીભાઈ : એય ખિસ્સા, આવી જા. બેસાડું તને નવાં નવાં કપડાં પર.


7. ખિસ્યું આવું કોને કહેશે?


પ્રશ્ન 1.


ગમે તે કરવું પડે, પણ એક દિવસ તો તમારી ઉપર બેસી જ જઈશ. – ………………………..

સૉરી, મારા લીધે તમે બધાં પલળી ગયાં. – ………………………..

મનેય તમે અને તમારાં કપડાં ખૂબ ગમે. – ………………………..

તમે દેખાઓ છો ગુસ્સાવાળા, પણ છો વહાલથી ભરેલા ! – ………………………..

કોઈ મને પાસે નથી રાખતું, એટલે મને દુઃખ થાય છે. – ………………………..

ઉત્તર :


ગમે તે કરવું પડે, પણ એક દિવસ તો તમારી ઉપર બેસી જ જઈશ. – બુશકોટભાઈને

સૉરી, મારા લીધે તમે બધાં પલળી ગયાં. – ધૂળને

મનેય તમે અને તમારાં કપડાં ખૂબ ગમે. – નીરજભાઈને

તમે દેખાઓ છો ગુસ્સાવાળા, પણ છો વહાલથી ભરેલા ! – સૂરજદાદાને

કોઈ મને પાસે નથી રાખતું, એટલે મને દુઃખ થાય છે. – બુશકોટભાઈને

ગીતડું ….. એક ચણો ખાડામાં પડ્યો ….


8. વાર્તામાં આવું કઈ રીતે કહ્યું છે ?


પ્રશ્ન 1.


ખૂબ ઊજળું : ……………. .

ખૂબ લાંબી : ……………. .

ઘણું વહાલું : ……………. .

ઘણાં ભીનાં : ……………. .

ભારે હરખથી : ……………. .

વધારે સરસ : ……………. .

એકદમ નવો : ……………. .

અતિશય રૂપાળું : ……………. .

ખૂબ જોર દઈને : ……………. .

એકદમ ચોખ્ખું : ……………. .

ઉત્તર :


ખૂબ ઊજળું : ઊજળું ઊજળું.

ખૂબ લાંબી : લાંબી લાંબી

ઘણું વહાલું : વહાલું વહાલું

ઘણાં ભીનાં : ભીનાં ભીનાં

ભારે હરખથી : હરખાતું હરખાતું

વધારે સરસ : સરસ સરસ

એકદમ નવો : નવો નવો

અતિશય રૂપાળું : રૂપાળું રૂપાળું.

ખૂબ જોર દઈને : જોર જોરથી

એકદમ ચોખ્ખું : ચોખ્ખું ચોખ્ખું


9. વાર્તાના ક્રમમાં ગોઠવો


પ્રશ્ન 1.


ઉત્તર :

(અ) [5] દરજીએ ખિસ્સાને શર્ટ પર બેસાડ્યું.

[1] બુશકોટે ખિસ્સાને કાઢી મૂક્યું.

[૩] ધોબીભાઈનાં કપડાં ભીનાં થઈ ગયાં.

[2] સૂરજદાદાએ ખિસ્સાને સૂકવી દીધું.

[4] ખિસ્સાની કરચલીઓ દૂર થઈ ગઈ.


(બ) [3] ખિસ્સે ફક્કડ થઈ ગયું.

[1] ખિસું ચોખ્ખું થઈ ગયું.

[2] ખિસું વહાલું થઈ ગયું.

[4] ખિસું નવું નક્કોર થઈ ગયું.

[5] નીરજભાઈને ખિસું ગમી ગયું.


10. પ્રશ્નોના ઉત્તર લખો.


પ્રશ્ન 1.

ખિસ્સે કેટલી વાર રડે છે? ક્યારે ક્યારે?

ઉત્તર :

ખિસું બે વાર રડે છે. બુશકોટભાઈએ એને ગંદું ને ગંધાતું કહ્યું ત્યારે અને દરજીભાઈએ એને દુકાનમાંથી હાંકી કાઢ્યું ત્યારે તે રડે છે.


પ્રશ્ન 2.

ખિસ્સાને કોણ કોણ રાજી કરે છે? કઈ રીતે?

ઉત્તર :

ખિસ્સાને સૂરજદાદા સૂકવીને રાજી કરે છે. દરજીભાઈ તેને નીરજભાઈના બુશકોટ પર ચોંટાડીને રાજી કરે છે. ધોબીભાઈ તેની કરચલીઓ પર ઇસ્ત્રી ફેરવીને કરચલીઓ દૂર કરીને રાજી કરે છે.



પ્રશ્ન 3.

કોણ ખિસ્સા પર એક પણ વાર ખિજાતું નથી? તેઓ ખિસ્સાને કઈ કઈ રીતે બોલાવે છે?

ઉત્તરઃ

સૂરજદાદા ખિસ્સા પર એક પણ વાર ખિજાતા નથી. તેઓ ખિસ્સાને ‘બચુડા’ અને ‘બચુકડા’ કહીને બોલાવે


પ્રશ્ન 4.

ધોબીકાકાનો સ્વભાવ ગુસ્સાવાળો છે કે માયાળુ? તમને કઈ વાતથી ખબર પડી?

ઉત્તર :

ધોબીકાકાનો સ્વભાવ માયાળુ છે. ખિસ્યું રડતું રડતું એમની પાસે આવ્યું ત્યારે ધોબીકાકાએ કહ્યું, “એમ વાત છે? અહીં આવ, તારી કરચલીઓ ચપટી વગાડતામાં છુ કરી દઉં.” આ વાતથી ખબર પડી કે ધોબીકાકા માયાળુ છે.


પ્રશ્ન 5.

‘ખિસ્સાને શર્ટ પર સીવવું’ આ વાત વાર્તામાં બીજી કઈ કઈ રીતે કહેવાઈ છે?

ઉત્તર :

‘ખિસ્સાને શર્ટ પર સીવવું’ આ વાત વાતમાં


‘બુશકોટભાઈ સાથે રહેવું’

‘બુશકોટ પર બેસવું’ એમ બે રીતે કહેવાઈ છે.

પ્રશ્ન 6.

ખિસ્સે ફેરફુદરડી શા માટે કરે છે?

ઉત્તરઃ

દરજી ખિસ્સાને બેસાડે છે ત્યારે તેને નીરજભાઈના બુશકોટ પર બેસવાની મજા પડી, તેથી તે ખુશ થઈ ફેરફુદરડી ફરે છે.


પ્રશ્ન 7.

ખિસ્સે નીરજભાઈની સાથે ભણે, રમે, જમે, સૂએ છે તો તે હવે ગંદું થશે? તે ગંદું થશે તો નીરજભાઈ તેનું શું કરશે? કેમ?

ઉત્તરઃ

ખિસ્સે નીરજભાઈની સાથે ભણે, રમે, જમે, સૂએ છે તો તે ગંદું થશે જ. તે ગંદું થશે તો નીરજભાઈ બુશકોટને ધોવા આપી દેશે, કારણ કે નીરજભાઈને ગંદુ ખિસું ગમતું નથી.



પ્રશ્ન 8.

તમે મોટા થઈને ખિસ્સામાં કઈ કઈ વસ્તુઓ રાખશો? કેમ?

ઉત્તરઃ

હું મોટો થઈને ખિસ્સામાં પેન, ઓળખપત્ર તેમજ થોડા પૈસા રાખીશ; જેથી બહાર જવા-આવવામાં એ ઉપયોગી થાય અને સરળતા રહે.


11. તમે પોતે ખિસ્સે છો. એ રીતે આ વાર્તા વર્ગમાં કહો.


પ્રશ્ન 1.

તમે પોતે ખિસ્સે છો. એ રીતે આ વાર્તા વર્ગમાં કહો.

ઉત્તરઃ

હું ખિસું છું. નવો બુશકોટ જોઈને મને તેના પર બેસવાની ઇચ્છા થઈ. મેં કહ્યું, “બુશકોટભાઈ, મને તમારી સાથે બહુ ગમે છે.” બુશકોટભાઈએ મને ગંદુ અને ગંધાતું કહીને મારી સાથે વાત કરવાની પણ ના પાડી. મારી આંખોમાંથી સફરજન જેવડાં આંસુનાં ટીપાં પડ્યાં. તેનાથી આંસુનું ખાબોચિયું ભરાઈ ગયું. તેથી મારા પર ચોંટેલી ધૂળ ધોવાઈ ગઈ. હું ચોખ્ખું થઈ ગયું. હસી પડ્યું. હું રોફથી ચાલવા લાગ્યું.



મેં સૂરજદાદાની લાંબી લાંબી મૂછો જોઈ. હું તો ડરી ગયું; પણ સૂરજદાદાએ હસતાં હસતાં મને એમની પાસે બોલાવ્યું અને તેમના ખોળામાં બેસાડવું. તેમણે મારા ઉપર વહાલથી હાથ ફેરવ્યો અને હું સુકાઈ ગયું. પછી તો હું હરખાતું હરખાતું દરજીકાકા પાસે ગયું. મેં એમને નીરજભાઈના નવા બુશકોટ પર બેસાડી દેવાની વિનંતી કરી. દરજી કાકાએ મને ભગાડી મૂક્યું. તેમણે કહ્યું, “નીરજભાઈના બુશકોટ પર તો હું નવું ને સરસ ખિસ્સે ચોંટાડવાનો છું. તું તો કરચલીવાળું છે.”


હું રડતાં રડતાં ધોબીની દુકાને આવ્યું. ધોબીભાઈ દુકાનમાં નિરાંતે સૂતા હતા. મારા રડવાનો અવાજ સાંભળી તે જાગી ગયા. મારાં આંસુથી એમનાં કપડાં ભીનાં થઈ ગયાં હતાં. ધોબીભાઈ ખિજાઈ ગયા અને મને ભગાડી મૂક્યું. મેં રડતાં રડતાં મારી મૂંઝવણ જણાવી. ધોબીભાઈને દયા આવી. એમણે કહ્યું, “અહ આવ, તારી કરચલી ચપટી વગાડતાં છૂ કરી દઉં.” પછી એમણે ઇસ્ત્રી ગરમ કરીને મારે માથે મૂકી. હું દાઝી ગયું. મારાથી ચીસ પડાઈ ગઈ, પણ થોડીવારમાં મારી કરચલીઓ ગૂમ થઈ ગઈ. હું હસી પડ્યું. મેં ધોબીભાઈનો આભાર માન્યો.



હવે હું દરજીભાઈની દુકાને ગયું. મેં દરજીભાઈને કહ્યું, “હવે હું તો એકદમ નવું નક્કોર થઈ ગયું છું. મને નીરજભાઈના બુશકોટ પર ચોંટાડશો ને?”

દરજીભાઈ ખુશ થઈ ગયા. દરજીભાઈએ સંચો ચલાવ્યો. હું નીરજભાઈના બુશકોટ પર ચોંટી ગયું.


નીરજભાઈ બુશકોટ લેવા આવ્યા. પોતાના નવા બુશકોટ પર મને જોઈને રાજી થઈ ગયા. હું હસી પવું, હવે હું નીરજભાઈની સાથે જ ભણવા જાઉં, રમવા જાઉં અને સૂઈ જાઉં છું.


 

12. સફરજન જેવડાં આંસુ એટલે મોટ્ટા મોટ્ટાં આંસુ. આવા બીજા શબ્દજૂથ બનાવો :


પ્રશ્ન 1.


…………… જેવડી આંખ

……………. જેવડા કાન

…………… ………….. જીભ

………………. જેટલું લેસન

………………. જેટલું દફતર

…………. ………….. ચોટલો

ઉત્તરઃ


લીંબુની ફાડ જેવડી આંખ

સૂપડા જેવડા કાન

ઘો જેવી જીભ

ટોપલા જેટલું લેસન

શુટકેસ જેટલું દફતર

નાગણ જેવો ચોટલો

13. આવું વારંવાર કરતી વ્યક્તિને શું કહેવાય?

[રખડુ, કામગરું, રોતલ, ભટકેલ, ઊંઘણશી, વાતોડિયું, ભૂખાળવું, ખાઉધરું, ડરપોક, ભણેશરી (ભણેશ્રી), લખેશ્રી)]


પ્રશ્ન 1.


ઊંધ્યા કરવાની કેવી મજા આવે ! – …………….

ઓ મા ! તેને તો પાંદડું હલે તોય બીક લાગે. – …………….

ગમે તેટલું ખાઉં, મને ધરવ ન થાય. – …………….

કોઈ ન મળે તો ટપુ તો એકલો એકલો વાતો કરે. – …………….

હું તો સતત ભણભણ જ કરું. – …………….

હું તો આમતેમ ફર્યા જ કરું. – …………….

હું વારેઘડીએ રસ્તો ભૂલી ક્યાંક બીજે ક્યાં કરું. – …………….

અંજલિને લખ્યા કરવું ખૂબ ગમે. – …………….

કોઈ મારા પર સહેજ ખિજાય કે હું રડી પડું. – …………….

હર્ષવીને થોડી થોડી વારે ભૂખ લાગે. – …………….

હું તો કામમાં પરોવાયેલો રહું. – …………….

ઉત્તરઃ


ઊંધ્યા કરવાની કેવી મજા આવે ! – ઊંઘણશી

ઓ મા ! તેને તો પાંદડું હલે તોય બીક લાગે. – ડરપોક

ગમે તેટલું ખાઉં, મને ધરવ ન થાય. – ખાઉધરું

કોઈ ન મળે તો ટપુ તો એકલો એકલો વાતો કરે. – વાતોડિયું

હું તો સતત ભણભણ જ કરું. – ભણેલરી (ભણેશ્રી)

હું તો આમતેમ ફર્યા જ કરું. – રખડું.

હું વારેઘડીએ રસ્તો ભૂલી ક્યાંક બીજે ક્યાં કરું. – ભટકેલ

અંજલિને લખ્યા કરવું ખૂબ ગમે. – લખેશ્રી

કોઈ મારા પર સહેજ ખિજાય કે હું રડી પડું. – રોતલ

હર્ષવીને થોડી થોડી વારે ભૂખ લાગે. – ભૂખાળવું

હું તો કામમાં પરોવાયેલો રહું. – કામગરું


14. ઉત્તર વિચારીને ‘મારું પ્રિય વસ્ત્ર’ વિશે લખો:


પ્રશ્ન 1.

1. તમારું પ્રિય પરિધાન કયા રંગનું છે?

2. તે ક્યા કાપડનું બનેલું છે? તેનો સ્પર્શ તમને કેવો લાગે છે?

3. તે કયા કયા પ્રસંગે, કઈ કઈ જગ્યાએ પહેરી શકાય?

4. તેને પહેરવામાં, ધોવામાં કોઈ ખાસ કાળજી રાખવી પડે છે? કઈ કઈ?

5. તે તમને કેમ ગમે છે?

ઉત્તર :

મારું પ્રિય વસ્ત્ર

મારા જન્મદિવસે મને નવું શર્ટ મળ્યું છે. તે આસમાની રંગનું છે. તે સુતરાઉ છે. તેના પર હાથ ફેરવું ત્યારે મને તેનો મુલાયમ સ્પર્શ ખૂબ ગમે છે. હવે તો જ્યારે મારે શુભપ્રસંગે બહાર જવાનું થાય ત્યારે મારી પહેલી પસંદગી આ શર્ટની જ રહે છે. તે કોઈ પણ પૅન્ટ સાથે મૅચ થઈ જાય છે. એને ધોવામાં કોઈ વિશેષ કાળજી રાખવી પડતી નથી. હા, ધોયા પછી ઇસ્ત્રી કરવી જ પડે. તે શર્ટ પહેરવાથી ગરમીમાં ખૂબ રાહત રહે છે, તેથી તે મને ગમે છે.

[નોંધ: વિદ્યાર્થીઓએ પોતાના પ્રિય વસ્ત્ર વિશે લખવું.]


15. સંવાદ પૂરો કરો. પછી ભજવોઃ


પ્રશ્ન 1.

પાત્રોઃ ખિસ્સે, બુશકોટ, દરજી, ધોબી, સૂરજ, નીરજ

(ખિસ્સે નવા બુશકોટ પાસે જાય છે.)


બુશકોટ : ખસ, આર્થે ખસ, ભાગ અહીંથી.

ખિસ્યું: …………………………………………………………………….. .

બુશકોટઃ તું રખડેલ છે. જ્યાં-ત્યાં રખડ રખેડ કરે છે એટલે ………………………………………….. (ખિસું રડી પડે છે. આંસુના ખાબોચિયામાં આળોટે છે. હવે તે સાફ થઈ ગયું છે. પોતાને સાફ જોઈ હસી પડે છે.)

ખિસું : ……………………………………………………. . (ખિસું રૉફથી ચાલે છે. સૂરજદાદા ઝગમગ કરતા આવે છે. ખિસ્સે ડરી જાય છે.)

ખિસું : બાપ રે! ગરમાગરમ સૂરજદાદા !

સુરજદાદા: ………………………………………………………………………………. . (ખિસ્સે કૂદીને સૂરજદાદાના ખોળે બેસી જાય છે, સૂરજદાદા તેને વહાલ કરતાં કરતાં સૂકવે છે.)

સૂરજદાદા : જો, મારી ગરમીનો ફાયદો લઈ લે, વહાલુડા ……………………………………………………………

ખિસ્સે : …………………………………………………………………………………………………………..

સૂરજદાદા : …………………………………………………………………… . (ખિસ્સે હરખાતું હરખાતું દરજીભાઈ પાસે જાય છે.)

ખિસ્ઃ ………………………………………………………………………………………………………………

દરજી: ………………………………………………………………………………. . (ખિસું રડતાં રડતાં ધોબીની દુકાન પાસે આવે છે. તેનું રડવાનું ચાલે છે.)

ધોબી (ખિજાઈને): ……………………………………………………………………………………………..

ખિસ્ (રડતાં રડતાં) : ………………………………………………………………………………………….. .

ધોબીઃ ………………………………………………………………………… . (ધોબી ઇસ્ત્રી ગરમ કરે છે. ખિસ્સા ઉપર મૂકે છે.).

ખિસ્ (ચીસ પાડીને) : …………………………………..

ધોબી : ……………………………………………………………… (ધોબી જોરજોરથી ઇસ્ત્રી ફેરવે છે. ખિસ્સે કડક થઈ જાય છે.)

ખિસ્સે (હસતાં હસતાં) : ……………………..  આવજો. (ખિસ્સે દરજીની દુકાને જાય છે.)

ખિસ્ઃ ……………………………………………………………………………………….

દરજી : …………………………………………………………………………………….. . (ખિસ્સે ફેરફુદરડી ફરે છે. દરજી સંચો ચલાવી ખિસ્સાને બુશકોટ પર લગાવે છે. નીરજભાઈ શર્ટ જુએ છે.).

નીરજ : બૅન્ક યૂ દરજી કાકા………………………………. . (ખિસ્સે હસી પડે છે.)

હવે ખિસ્યું અને નીરજભાઈ …………………………………………………….

ઉત્તર :


બુશકોટ : ખસ, આર્થે ખસ, ભાગ અહીંથી.

ખિસ્યું: બુશકોટભાઈ, આવું શું કરો છો? મને તમારી સાથે બહુ ગમે છે.

બુશકોટઃ તું રખડેલ છે. જ્યાં-ત્યાં રખડ રખેડ કરે છે એટલે તું કેવું ગંદું અને ગંધાતું છે ! તને જોઈને મને સૂગ ચડે છે. તારી સાથે વાતેય કોણ કરે ? (ખિસું રડી પડે છે. આંસુના ખાબોચિયામાં આળોટે છે. હવે તે સાફ થઈ ગયું છે. પોતાને સાફ જોઈ હસી પડે છે.)

ખિસું : વાહ, વાહ ! હવે હું રૂપાળું થઈ ગયું. (ખિસું રૉફથી ચાલે છે. સૂરજદાદા ઝગમગ કરતા આવે છે. ખિસ્સે ડરી જાય છે.)

ખિસું બાપ રે! ગરમાગરમ સૂરજદાદા ! એમની લાંબી લાંબી મૂછો જોઈને હું બી ગયું.

સુરજદાદા: એય બચુડા, બીશ નહીં, તું તો ભીંજાયેલું છે. અહીં આવ. તને સૂકવી દઉં. (ખિસ્સે કૂદીને સૂરજદાદાના ખોળે બેસી જાય છે, સૂરજદાદા તેને વહાલ કરતાં કરતાં સૂકવે છે.)

સૂરજદાદા : જો, મારી ગરમીનો ફાયદો લઈ લે, વહાલુડા હવે તું રડીશ નહીં ને?

ખિસ્સે : ના રે ના, સૂરજદાદા, હવે હું નહીં રહું! હવે હું ફાઇન લાગું છું, નહીં !

સૂરજદાદા : હવે તો તું વહાલું વહાલું લાગે છે, બચુકડા. (ખિસ્સે હરખાતું હરખાતું દરજીભાઈ પાસે જાય છે.)

ખિસ્ઃ દરજીકાકા કેમ છો? મને નીરજભાઈ બહુ ગમે છે. મને તેમના નવા બુશકોટ પર બેસાડી દો ને.

દરજી: નીરજભાઈના બુશકોટ પર તો હું નવું ને સરસ ખિસ્સે ચોંટાડવાનો છું. તું કરચલીવાળું છું. મારે તારું કામ નથી. ભાગ અહીંથી. (ખિસું રડતાં રડતાં ધોબીની દુકાન પાસે આવે છે. તેનું રડવાનું ચાલે છે.)

ધોબી (ખિજાઈને): બચોળિયા, ભાગ અહીંથી, મારાં કપડાં બગાડી નાંખ્યાં. આટલું બધું રડે છે કેમ? તને કોણ વઢયું છે?

ખિસ્ (રડતાં રડતાં) : મને કરચલી પડી છે ને એટલે દરજીકાકા નીરજભાઈના બુશકોટ પર ચોંટાડતા નથી. એટલે મને રડવું આવે છે.

ધોબીઃ એમ વાત છે? અહીં આવ, તારી કરચલી ચપટી વગાડતાં છૂ કરી દઉં. (ધોબી ઇસ્ત્રી ગરમ કરે છે. ખિસ્સા ઉપર મૂકે છે.).

ખિસ્ (ચીસ પાડીને) : ઓ બાપ રે ! હું તો દાઝી ગયું. મારાથી નથી સહેવાતું.

ધોબી : ચૂપ… (ધોબી જોરજોરથી ઇસ્ત્રી ફેરવે છે. ખિસ્સે કડક થઈ જાય છે.)

ખિસ્સે (હસતાં હસતાં) : ધોબીકાકા, થેન્ક યુ. તમે તો કમાલ કરી. હું એકદમ કડક અને ફાંકડું થઈ ગયું, આવજો. (ખિસ્સે દરજીની દુકાને જાય છે.)

ખિસ્ઃ દરજીકાકા જુઓ, હવે તો હું એકદમ નવું નક્કોર થઈ ગયું છું. મને નીરજભાઈના બુશકોટ પર ચોંટાડશો ને?

દરજી : અરે વાહ ! ખરેખર, તું તો સરસ લાગે છે. ચાલ, બેસી જા નીરજભાઈના બુશકોટ પર. (ખિસ્સે ફેરફુદરડી ફરે છે. દરજી સંચો ચલાવી ખિસ્સાને બુશકોટ પર લગાવે છે. નીરજભાઈ શર્ટ જુએ છે.).

નીરજ : બૅન્ક યૂ દરજી કાકા. આવજો. (ખિસ્સે હસી પડે છે.)

હવે ખિસ્યું અને નીરજભાઈ સાથે બાલમંદિરે જાય, સાથે રમવા જાય અને સાથે સૂઈ જાય. ખિસું ખુશ અને નીરજભાઈ પણ ખુશ !


16. ખિસ્સાં જુદા જુદા પ્રકારનાં કેમ હોય? ચર્ચા કરો.

તમે આમાંથી કયું ખિસું પસંદ કરો? કેમ?


પ્રશ્ન 1.


તમે બે ખિસ્સાં દોરો. એક ફક્ત ફૅશન માટે, એક ચોક્કસ કામ માટે. તમે તેમાં શું ભરશો? તમારા ખિસ્સામાં તે પણ દોરો.


ઉત્તર :

તમે બે ખિસ્સાં દોરો. એક ફક્ત ફૅશન માટે, એક ચોક્કસ કામ માટે. તમે તેમાં શું ભરશો? તમારા ખિસ્સામાં તે પણ દોરો.

(નોંધઃ વિદ્યાર્થીઓએ આ પ્રવૃત્તિ વર્ગમાં કરવી.)


17. જૂથમાં કામ કરો. એક સભ્ય પાઠ મોટેથી વાંચશે. બાકીના ગણશે કે ‘ખિસ્’ વાર્તામાં [.], [?], [!] નિશાનીવાળાં વાક્યો કેટલાં છે? તેમાંથી બેબે વાક્યો અહીં લખો.


પ્રશ્ન 1.

[.] : ……………………………

………………………………….

[?] : ……………………………

………………………………….

[!] : ……………………………

………………………………….

ઉત્તર :

વાક્યો :

[.] : એનાથી હસી પડાયું.

એ તો રૉફથી ચાલવા લાગ્યું.


[?] : તને કોણ વહ્યું છે?

કેમ બચુકડા, હવે તું રડીશ નહીં ને?


[!] : એક હતું ખિસ્યું, નાનકડું ને નમણું !

આવા બુશકોટ પર બેસવાની કેવી મજા પડે !


ગીતડું ગાશું ને ! ‘એક ચણો ખાડામાં પડ્યો ..’


18. આપેલ સંવાદ મોટેથી વાંચો :


Class 4 Gujarati Textbook Solutions Chapter 1 ખિસ્સામાં પહેલવાન હા 7


19. જૂથમાં કામ કરો. નીચેનામાંથી કોઈ પણ ત્રણ વાક્યો પરથી સંવાદ બનાવો અને વર્ગ સમક્ષ રજૂ કરો :


ઇયળનું લોહી ઠંડું હોય છે.

દેડકાં શિયાળા – ઉનાળામાં ઊંઘી જાય છે.

વરુ એ કૂતરાંનાં દાદા-દાદી છે.

એક મોબાઇલ બનાવવા 1000 લિટર પાણી વપરાય છે.

રજૂ કરેલા સંવાદોમાંથી જે સંવાદ તમને ગમી જાય તે અહીં નોંધી લો :


………………………………………………………………………………………….

………………………………………………………………………………………….

………………………………………………………………………………………….

………………………………………………………………………………………….


રાકેશ : અરે ભાઈ, આ દેડકાં હવે કેમ દેખાતાં નથી? તેઓ ક્યાં ગયાં?

પરેશ : કેમ, તારે દેડકાંનું શું કામ છે?

રાકેશ : વરસાદમાં તે કેવાં ‘ડ્રાઉં … ડ્રાઉં…’ કરવા મંડી પડ્યાં હતાં ! તે બધાં વરસાદના પાણીમાં તણાઈ ગયાં કે શું?

પરેશ : ના રે ના, એ તો પાણીમાં અને જમીનમાં એમ બંને જગ્યાએ જીવતાં રહે છે.

રાકેશ : તો શું તેઓ અત્યારે ઊંધે છે?

પરેશ : હા, ભાઈ હા. દેડકાં શિયાળા – ઉનાળામાં જમીનની અંદર ઊંઘી જાય છે.

નોંધ: વિદ્યાર્થીઓએ પોતાને ગમતો સંવાદ લખવો.]


20. વિગત વાંચો અને તેના આધારે સૂચના મુજબ કામ કરો :


‘ડાકણ’ એટલું સાંભળતાં જ જયા, મયૂર અને ઋતુ ગભરાઈ ગયાં. શિક્ષકે તેમને પોતાની પાસે બેસાડ્યાં અને અંશુલને કહ્યું, ‘કર હવે જાદુ’ તે પછી અંશુલે વર્ગ સમક્ષ લીંબુ કાપ્યું. લીંબુમાંથી લોહી જેવું ટપક્યું. તેમણે તે જાદુ કપાસના જીંડવાથી કરેલો. ડરેલાં બાળકોની બીક આવું જાણ્યા પછી જતી રહી.


જોડકાં જોડો:


પ્રશ્ન 1.


જવાબ    પ્રશ્ન

1. જયા, મયૂર અને ઋતુ    1. અંશુલે લીંબુ ક્યારે કાપ્યું?

2. વર્ગમાં    2. કોણ કોણ ગભરાઈ ગયાં?

3. શિક્ષકના કહ્યા પછી    3. ડરેલાં બાળકોની બીક કેમ જતી રહી?

4. જાદુ જીંડવાથી થયો એમ જાણતાં    4. અંશુલે જાદુ ક્યાં કર્યો?

ઉત્તર :


જવાબ    પ્રશ્ન

1. જયા, મયૂર અને ઋતુ    2. કોણ કોણ ગભરાઈ ગયાં?

2. વર્ગમાં    4. અંશુલે જાદુ ક્યાં કર્યો?

3. શિક્ષકના કહ્યા પછી    1. અંશુલે લીંબુ ક્યારે કાપ્યું?

4. જાદુ જીંડવાથી થયો એમ જાણતાં    3. ડરેલાં બાળકોની બીક કેમ જતી રહી?

બોધરાજ તો વળી નિશાળેથી છૂટી શહેરમાં, શહેરની બહાર રખડવા જતો. તે પંખી, જીવજંતુને ધ્યાનથી જોતો. એમ કરતાં તે તેમના વિશે ઘણી અવનવી વાતો શીખી ગયો હતો. તેને ડર લાગતો ન હતો.


જોડકાં જોડો:


પ્રશ્ન 1.


ઉત્તર    પ્રશ્ન

1. બોધરાજ    a. બોધરાજ ક્યાં રખડવા જતો?

2. શહેરમાં, શહેર બહાર    b. નિશાળેથી છૂટી બોધરાજ શું કરતો?

3. ધ્યાનથી જોઈ જોઈને    c. નિશાળેથી છૂટી કોણ રખડવા જતું?

4. નિશાળેથી છૂટી    d. બોધરાજ જીવજંતુ-પક્ષીઓ વિશે કેવી રીતે જાણકાર બન્યો?

5. રખડતો    e. બોધરાજ જ્યારે રખડવા જતો?

ઉત્તર :


ઉત્તર    પ્રશ્ન

1. બોધરાજ    c. નિશાળેથી છૂટી કોણ રખડવા જતું?

2. શહેરમાં, શહેર બહાર    a. બોધરાજ ક્યાં રખડવા જતો?

3. ધ્યાનથી જોઈ જોઈને    d. બોધરાજ જીવજંતુ-પક્ષીઓ વિશે કેવી રીતે જાણકાર બન્યો?

4. નિશાળેથી છૂટી    e. બોધરાજ જ્યારે રખડવા જતો?

5. રખડતો    b. નિશાળેથી છૂટી બોધરાજ શું કરતો?

નવ વર્ષનો દિવ્યેશ શાળાના સમય પહેલાં અને પછી તેના પપ્પાને કામમાં ટેકો કરે. તે જેટલો મહેનતુ તેટલો જ હોશિયાર અને અવનવું બનાવવામાં પ્રવીણ. મિત્રોના જન્મદિવસે તે ‘વેસ્ટમાંથી બેસ્ટ’ ભેટ બનાવી બધાંને આપતો.


આપેલ ઉત્તર માટે ઉપરનો ફકરો ફરીથી વાંચી પ્રશ્નો બનાવો.


પ્રશ્ન 1.

ઉત્તર :


બપોરે મછી મિટુડાને રામજીબાપાના ખેતરે લઈ ગઈ. બાપા કહે, “એક શરતે રહેવા દઉં. તારે કામમાં ટેકો કરવાનો.” ગોળના થપ્પા જોયા પછી મિર્ડો તો ત્યાં રહેવા ઊછળી પડેલો :


ટૂંકમાં ઉત્તર લખો :


પ્રશ્ન 1.


કોણ? – ………………

ક્યાં? – ……………

શું? – …………..

ક્યારે? – …………..

કેમ? – ……………..

કોને? – ……………..

ઉત્તર :


કોણ? – મંછી

ક્યાં? – રામજીબાપાના ખેતરે

શું? – ગોળ

ક્યારે? – બપોરે

કેમ? – ગોળ ખાવા

કોને? – મિજુડાને


21. જૉડકાં જોડો. તે પછી દરેક પ્રશ્ન-ઉત્તરની જોડ ફટાફટ બોલો.


પ્રશ્ન 1.


પ્રશ્ન    ઉત્તર

1. કેમ?    a. હું, અમે, તમે

2. કેવી રીતે?    b. એમ

3. શું?    c. અહીં કે ત્યાં

4. ક્યારે?    d. ત્યારે, તે સમયે

5. કોણ    e. આમ, આ રીતે

6. ક્યાં?    f. આ, પેલું કે તે

ઉત્તર :


પ્રશ્ન    ઉત્તર

1. કેમ?    b. એમ

2. કેવી રીતે?    e. આમ, આ રીતે

3. શું?    f. આ, પેલું કે તે

4. ક્યારે?    d. ત્યારે, તે સમયે

5. કોણ    a. હું, અમે, તમે

6. ક્યાં?    c. અહીં કે ત્યાં

પ્રશ્ન 2.


પ્રશ્ન    ઉત્તર

1. કેમ?    a. જગ્યા

2. શું?    b. કારણ

3. કોણ?    c. વસ્તુ, શબ્દ, વાક્ય, વાત

4. કોને?    d. રીત

5. ક્યાં?    e. રીત અને કારણ

6. શા માટે?    f. સમય

7. કઈ રીતે?    g. જેના પર ક્રિયાની અસર થાય તે

8. કેટલું?-કેટલાં?    h. કરનાર વ્યક્તિ

9. ક્યારે    i. જથ્થો, સંખ્યા, પ્રમાણ

ઉત્તર :


પ્રશ્ન    ઉત્તર

1. કેમ?    e. રીત અને કારણ

2. શું?    c. વસ્તુ, શબ્દ, વાક્ય, વાત

3. કોણ?    h. કરનાર વ્યક્તિ

4. કોને?    g. જેના પર ક્રિયાની અસર થાય તે

5. ક્યાં?    a. જગ્યા

6. શા માટે?    b. કારણ

7. કઈ રીતે?    d. રીત

8. કેટલું?-કેટલાં?    i. જથ્થો, સંખ્યા, પ્રમાણ

9. ક્યારે    f. સમય


ગીતડું ગાઈશું ને ! ‘એક ચણો ખાડામાં પડ્યો..’


22. અભિનય કરો :


બિલાડીની જેમ દૂધ પીઓ.

બોખી વ્યક્તિની જેમ ખાઓ તથા બોલો.

દાંતની સફાઈ અને કોગળા કરો.

તમને પણ દાંત આવવાની શરૂઆત થઈ છે.

(નોંધઃ વિદ્યાર્થીઓએ આ પ્રવૃત્તિ વર્ગમાં કરવી.]


23. ગીત પઠન-ગાન.



વાતચીત :


પ્રશ્ન 1.

“હુરે … હુર્રે…” જુદી જુદી રીતે બોલો.

ઉત્તર:

“હુર્રે… હુર્ર …” જુદી જુદી રીતે બોલવું.


પ્રશ્ન 2.

અલયભાઈનું કયું વર્તન તમને સૌથી વધુ ગમ્યું?

ઉત્તર :

દાંત આવતાં અક્ષયભાઈ હુર્રે, હુર્રે કરે છે, તે મને સૌથી વધુ ગમ્યું.


પ્રશ્ન 3.

અક્ષયભાઈનું ગીત સાંભળીને તમને કોણ યાદ આવ્યું? કેમ? તેમની વાત કહો.

ઉત્તરઃ

અક્ષયભાઈનું ગીત સાંભળીને મને મારા પાડોશીનો મોજું યાદ આવ્યો. દાંત આવતાં તે બધાંને બચકાં ભરતો, માટી ખાતો, જે હાથમાં આવે તે મોંમાં નાખતો.



પ્રશ્ન 4.

દાંત આવતા હોય એવા કોઈ બાળકે તમને બચકાં ભર્યા છે? એ અનુભવ વર્ગમાં કહો.

ઉત્તર :

મોર્ને દાંત આવતા હતા. હું વાંચતો હતો ત્યારે તે ઓચિંતો આવી ચડ્યો. મારા ખોળામાં બેસીને મારા ગાલ પર બચકાં ભરવા લાગ્યો. મેં પરાણે તેને છોડાવ્યો.


પ્રશ્ન 5.

તમારા ઘરમાં કોણ કોણ બોખું છે? તેમને દાંત હું કેમ નથી?

ઉત્તર :

મારા ઘરમાં અત્યારે કોઈ બોખું નથી.


પ્રશ્ન 6.

અક્ષયને દાંતનું ચોકઠું બનાવીને અપાય? કેમ?

ઉત્તર :

અક્ષયને દાંતનું ચોકઠું બનાવીને ના અપાય. તે નાનું બાળક છે. તેને દુધિયા દાંત પડ્યા પછી કુદરતી રીતે જ નવા દાંત આવશે.


પ્રશ્ન 7.

બોખી વ્યક્તિ શું ન ખાઈ શકે? કેમ?

ઉત્તર :

બોખી વ્યક્તિ ચણા જેવી કઠન્ન વસ્તુ ખાઈ ન રૂં શકે, કારણ કે તેમ કરતાં તેમનાં પેઢાં દુખે.


પ્રશ્ન 8.

તમને શું ચાવવાનું સૌથી વધુ ગમે?

ઉત્તર :

મને સીંગ, ચણા વગેરે ચાવવાનું સૌથી વધુ ગમે.


પ્રશ્ન 9.

પક્ષી તેમજ પતંગિયાં, ઇયળ જેવાં જંતુ ખોરાક કેવી રીતે ખાય?

ઉત્તર :

પક્ષી ચાંચ વડે ખાય, પતંગિયાં રસ ચૂસે અને ઇયળ લાળથી ખાય.


પ્રશ્ન 10.

તમે દાંતની કાળજી રાખવા માટે શું શું કરો છો?

ઉત્તર :

હું સવારે ઊઠીને અને સાંજે સૂતાં પહેલાં બ્રશ કરું છું. કંઈ પણ ખાધા પછી કે પીધા પછી હું કોગળા કરી દાંત સાફ કરું છું. અતિ ગરમ કે અતિ ઠંડા પદાર્થો ખાતો નથી.

નોંધ: વિદ્યાર્થીઓએ પોતાની રીતે ઉત્તર આપવા.)



24. શબ્દોના અર્થ જાણો. તે શબ્દનો ઉપયોગ કરી નવું વાકય બનાવો.


પ્રશ્ન 1.

ભાડું : થોડા સમય માટે વસ્તુ કે જગ્યા વાપરવાની કિંમત


ઘરમાં કોઈનાં લગ્ન હોય ત્યારે કઈ કઈ વસ્તુઓ ભાડે લાવવામાં આવે છે?

મામાને ગામ જવા કેટલું ભાડું થાય?

…………………………………………………..

ચળઃ ખંજવાળ, ખણ, એક જ કામ વારંવાર કરવાની ઇચ્છા


વાગ્યા પછી નવી ચામડી આવે ત્યારે ત્યાં ચળ આવે છે.

અમને વાર્તા સાંભળવાની ચળ ઊપડે છે.

………………………………………………………….

લાગઃ તક, યોગ્ય સમય


ગરોળી લાગ જોઈને જીવડાં પર તરાપ મારે છે.

એક પગે ઊભા રહેલા બગલાએ લાગ મળતાં જ માછલી પકડી લીધી.

…………………………………………………………………

નીરવું: ઢોરને ઘાસ નાખવું


ઉત્તરાયણને દિવસે બધા ગાયને ઘાસ નીરે છે.

અમે અમારી ભેંસને સવાર-સાંજ ઘાસ નીરીએ છીએ.

…………………………………………………………………….

હિંસક : બીજાને નુકસાન કરનાર


સિંહ હિંસક હોય છે. તે પ્રાણીઓને મારે છે.

હિંસક પ્રવૃત્તિ કરનારને પોલીસ પકડી જાય છે.

…………………………………………………………………..

ઉત્તર :

ભાડું : થોડા સમય માટે વસ્તુ કે જગ્યા વાપરવાની કિંમત


ઘરમાં કોઈનાં લગ્ન હોય ત્યારે કઈ કઈ વસ્તુઓ ભાડે લાવવામાં આવે છે?

મામાને ગામ જવા કેટલું ભાડું થાય?

અમને રિક્ષાભાડું ન પોષાય.

ચળઃ ખંજવાળ, ખણ, એક જ કામ વારંવાર કરવાની ઇચ્છા


વાગ્યા પછી નવી ચામડી આવે ત્યારે ત્યાં ચળ આવે છે.

અમને વાર્તા સાંભળવાની ચળ ઊપડે છે.

તારા હાથ-પગ ગંદા છે, એટલે તને ચળ ઉપડી છે.

લાગઃ તક, યોગ્ય સમય


ગરોળી લાગ જોઈને જીવડાં પર તરાપ મારે છે.

એક પગે ઊભા રહેલા બગલાએ લાગ મળતાં જ માછલી પકડી લીધી.

લાગ મળતાં જ તુષારે ચોગ્ગો ફટકાર્યો.

નીરવું: ઢોરને ઘાસ નાખવું


ઉત્તરાયણને દિવસે બધા ગાયને ઘાસ નીરે છે.

અમે અમારી ભેંસને સવાર-સાંજ ઘાસ નીરીએ છીએ.

ખેડૂત બળદોને ઘાસ નીર્યા પછી જ પોતે જમે છે.

હિંસક : બીજાને નુકસાન કરનાર


સિંહ હિંસક હોય છે. તે પ્રાણીઓને મારે છે.

હિંસક પ્રવૃત્તિ કરનારને પોલીસ પકડી જાય છે.

વાઘ હિંસક પ્રાણી છે.


25. ગીતને આધારે વિકલ્પો પસંદ કરીને પ્રશ્નોના ઉત્તર આપો. સાચા વિકલ્પ સામે ‘હુર્રે’ તથા ખોટા વિકલ્પ સામે ‘કૂરે કૂરે’ લખો :


પ્રશ્ન 1.

1. અક્ષયજીની ઉંમર લગભગ કેટલી હશે?

70 – 80 વર્ષ ………….., 10 – 12 મહિના ……………., 10 – 12 વર્ષ ……………


2. અક્ષયના મોંમાં કેટલા દાંત આવ્યા છે?

છે અને સાત ……………., છે અથવા સાત ……………., છે તેથી સાત


3. ‘લઈને બારાત આવ્યા’ એટલે?

દાંત વરઘોડો કાઢીને આવે છે. ……………….., દાંતનાં જીભ સાથે લગ્ન છે. ………………,

આગળના દાંત આવ્યા પછી બીજા દાંત અને દાઢ પણ ફૂટવા માંડ્યાં…………….


4. નાનાં બાળકો દરેક વસ્તુ મોઢામાં નાખે છે, કારણ કે….

દાંત ફૂટે ત્યારે તેમને ખંજવાળ આવતી હોય છે તેથી. ………….,

બાળકોને બધું જ ભાવતું હોય છે તેથી. …………….,

મમ્મી બાળકને બધી વસ્તુ ખાવા આપે છે તેથી. …………….

ઉત્તર :

1. અયજીની ઉંમર લગભગ કેટલી હશે?

70 – 80 વર્ષ (કૂરે કૂરે)

10 – 12 મહિના (હુર્રે)

10 – 12 વર્ષ (કૂરે કૂરે)


2. અક્ષયના મોંમાં કેટલા દાંત આવ્યા છે?

છે અને સાત (કૂરે કૂરે)

છે અથવા સાત (હુર્રે)

છે તેથી સાત (કૂરે કૂરે)


3. લઈને બારાત આવ્યા એટલે?

દાંત વરઘોડો કાઢીને આવે છે. (ફૂર્વે ફૂરે)

દાંતનાં જીભ સાથે લગ્ન છે. (ફૂર્વે કૂરે)

આગળના દાંત આવ્યા પછી બીજા

દાંત અને દાઢ પણ ફૂટવા માંડ્યા. (હુર્રે)


4. નાનાં બાળકો દરેક વસ્તુ મોઢામાં નાખે છે, કારણ ટે…

દાંત ફૂટે ત્યારે તેમને ખંજવાળ આવતી હોય છે, તેથી. (હુર્રે)

બાળકોને બધું જ ભાવતું હોય છે, તેથી. (ફૂર્વે ફૂર)

મમ્મી બાળકને બધી વસ્તુ ખાવા આપે છે, તેથી. (ફૂરે ફૂરે)



26. વાક્યોને ગીતની કઈ પંકિત લાગુ પડશે? શોધીને લખો.

ઉદાહરણ : અંત આવવાથી અક્ષયની શક્તિ પહેલાં કરતાં વધી ગઈ છે.

પંક્તિ : બોખા મોંમાં હથિયારો-તાકાત આવ્યાં !


પ્રશ્ન 1.


એકલું દૂધ ને દૂધ જ પીવાનું તે કાંઈ ગમે? ………………………….

દાંત આવ્યા એટલે જાતભાતના સ્વાદવાળી વસ્તુઓ ખાઈ શકાય છે. …………………..

મોંના ઘરમાં થોડા જણ રહેવા આવ્યા છે, મોટી ઉંમરે ઘર ખાલી કરી દેશે. ………………..

આ મોઢાના ઘરમાં તો દાંત વિના હું સાવ એલી અટુલી હતી. ………………

નમસ્તે કરવાના બહાને હું તો બચકું ભરવાની મજા લઈ લઉં છું. ………………

આહા ! આહા ! મજા મજા ! ……………………..

અક્ષયને તો રોટલી કે શાક, જે ગણો તે ફક્ત દૂધ જ. ………………….

ઉત્તર :

1. એકલું દૂધ ને દૂધ જ પીવાનું તે કાંઈ ગમે?

પંક્તિ : મોઢામાંથી બૉટલનો ડૂચો મારતા હતા ! એને નીરતા’તા હાય હાય કેવો ખોરાક.


2. દાંત આવ્યા એટલે જાતભાતના સ્વાદવાળી વસ્તુઓ ખાઈ શકાય છે.

પંક્તિઃ હવે ભેળ, ભૂસું, ભજિયાં ને ભાત આવ્યાં.


3. મોંના ઘરમાં થોડા જણ રહેવા આવ્યા છે, મોટી ઉંમરે ઘર ખાલી કરી દેશે.

પંક્તિ : મોંના ફ્લેટમાં છ-સાત ભાડવાત આવ્યા.


4. આ મોઢાના ઘરમાં તો દાંત વિના હું સાવ એલી અટુલી હતી.

પંક્તિઃ જીભને મોંમાં સૂનું સૂનું લાગતું હતું, દાંત તો શું દંતડિયુંય આવતું ન’તું !


5. નમસ્તે કરવાના બહાને હું તો બચકું ભરવાની મજા લઈ લઉં છું.

પંક્તિ: શિર ઝુકાવી, એ પહેલાં તો ‘જે જે કરે. પછી લાગ જોઈ, બરડામાં બચકું ભરે !


6. આહા ! આહા ! મજા મજા !

પંક્તિ હડિપ્યા ભલે ભલે ભલે ભલે … !


7. અક્ષયને તો રોટલી કે શાક, જે ગણો તે ફક્ત દૂધ જ.

પંક્તિઃ દૂધ જ એની રોટલી ને એ જ એનું શાક …


27. અહીં કેટલાક શબ્દો આપ્યા છે. એમને અક્ષયના ‘દાંત આવતાં પહેલાં’ કે ‘દાંત આવ્યા પછી’ એમ કઈ પરિસ્થિતિને લાગુ પડે છે તે જુદા ખાનામાં લખો.

રોટલી, શાંત, શક્તિ, ચળ, સૂનું, જાન, યુરેં, બચકું, ચવાણું, ડૂચો, બોખો, શેરડી, બૉટલ, ચચૂકા / ચિચુકા, ચૉકલેટ, જામફળ, કેરી


પ્રશ્ન 1.



ઉત્તર :


દાંત આવતાં પહેલાં    દાંત આવ્યા પછી

શાંત, ચળ, સૂનું, ડૂચો, બોખો, બૉટલ    રોટલી, શક્તિ, જાન, હુરે, બચકું, ચવાણું, શેરડી, ચચૂકા / ચિચૂકા, ચૉકલેટ, જામફળ, કેરી

28. પ્રનોના ઉત્તર લખો :


પ્રશ્ન 1.

અક્ષય હોશિયાર છે કે નહિ? વી રીતે ખબર પડી?

ઉત્તર :

અક્ષય હોશિયાર છે. તે નમસ્તે કરવાને બહાને લાગ જોઈ બીજાને બરડામાં બચકું ભરે છે.


પ્રશ્ન 2.

દાંતની સાથે ઝઘડો અને પંચાત આવ્યાં, એમ કેમ કહ્યું હશે?

ઉત્તર :

દાંત આવતાં જ અક્ષય જે-તે વસ્તુ મોઢામાં નાખવા લાગ્યો અને જેને-તેને લાગ જોઈને બરડામાં બચકાં ભરવા લાગ્યો, જેનાથી ઝઘડો થતો. આથી દાંતની સાથે ઝધડો અને પંચાત આવ્યાં, એમ કહ્યું હશે.


પ્રશ્ન 3.

દાંત આખી જાન લઈને આવ્યા છે, એવું કેમ કહ્યું હશે?

ઉત્તર :

દાંત આવવાની શરૂઆત થઈ પછી બધા દાંત એક પછી એક આવવા લાગ્યા, તેથી દાંત આખી જાન લઈને આવ્યા છે, એવું કહ્યું હશે.


પ્રશ્ન 4.

શું દાંત વગરના અક્ષયને તેનાં મમ્મી-પપ્પા ભૂખ્યો રાખતાં હશે? તો ‘તમે અક્ષયને ભૂખો મારતા હતા’ એમ કેમ કહ્યું હશે?

ઉત્તર :

દાંત વગરના અને તેનાં મમ્મી-પપ્પા ભૂખ્યો નહિ રાખતાં હોય, પરંતુ તેને બૉટલમાં પ્રવાહીના રૂપમાં જ જે-તે અપાતું. સ્વાદિષ્ટ વાનગીઓ ખાવા મળતી નહિ, આથી ‘તમે અક્ષયને ભૂખો મારતા હતા’ એમ કહ્યું હશે.


પ્રશ્ન 5.

અક્ષય નાનો હોવા છતાં એને માનથી કેમ બોલાવે

ઉત્તર :

કોઈ પણ બાળકની વિશેષ વાત કરવી હોય તો કે તેને માનથી જ બોલાવાય, તેથી અક્ષય નાનો હોવા છતાં હું એને માનથી બોલાવે છે.


પ્રશ્ન 6.

દાંત આવતાં પહેલાં જીભને એકલું લાગતું હશે ત્યારે એ શું શું કહેતી હશે?

ઉત્તર :

દાંત આવતાં પહેલાં જીભને એકલું લાગતું હશે ત્યારે એ કહેતી હશે : ‘આવડા મોટા ઘરમાં મારે એકલા જ રહેવાનું? મને સાથ આપનાર કોઈ હોય તો કેવું સારું !’


29. ઉદાહરણને આધારે શબ્દ બનાવો. ત્રણ જોડી ઉમેરો.


પ્રશ્ન 1.


દાંતઃ ………….

બચું : ………….

તારો : ………….

વાત : ………….

લપ : ………….

ધુમાડો : ………….

સાત : ………….

દોઢ : ………….

એક : ………….

સાપ : ………….

ઉતાવળ : ………….

ટકટક : ………….

ઉત્તર :


દાંતઃ દેતોડિયું

બચું : બચડિયું

તારો : તારલિયું

વાત : વાતોડિયું

લપ : લપલપિયું

ધુમાડો : ધુમાડિયું

સાત : સાતોડિયું

દોઢ : દોઢિયું

એક : એકલિયું

સાપ : સાપોલિયું

ઉતાવળ : ઉતાવળિયું

ટકટક : ટકટકિયું


30. નીચે આપેલા શબ્દો ઝડપથી બોલો. કયા અક્ષર બોલતી વખતે જીભ દાંતને અડે છે? કહો. આવા બીજા શબ્દો શોધો, બોલો:


પ્રશ્ન 1.

તબડક તબડક તબાક તબડક

થપ થપથપ થપથપાટ થપ

ધડ ધડ ધડ ધડ ધડામ ધડ ધડ

ટનનનનનનનનનનનનનન

ઢિશૂમ ઢિશ ઢિશ ઢિશૂમ

દડ દંડ દંડ દેડ દડાક દડ દંડ

દે ધનાધન દે ધનાધન

તડ તડ તડ તડ તડાક તડ તડ

ઉત્તર :

કરેલા અક્ષર બોલતી વખતે જીભ દાંતને અડે છે.

બીજા શબ્દો : તક્લી, તપેલી, થડ, થાળી, દક્ષા, દર્પણ, ધમણ, ધજા, નગર, નવનીત


31. ધારો કે તમે સવારે ઊઠો ત્યારે તમને ખબર પડે કે તમારા દાંત ગાયબ થઈ ગયા છે. હવે તમે શું શું કરી શકો? શું ન કરી શકો? ચર્ચા કરો:


પ્રશ્ન 1.

ધારો કે તમે સવારે ઊઠો ત્યારે તમને ખબર પડે કે તમારા દાંત ગાયબ થઈ ગયા છે. હવે તમે શું શું કરી શકો? શું ન કરી શકો? ચર્ચા કરો:

ઉત્તર :

શું શું કરી શકાય? પ્રવાહી પી શકાય, ક્રશ કરેલો ખોરાક ખાઈ શકાય, કોગળા કરી શકાય

શું ન કરી શકાય? બરાબર સ્પષ્ટ બોલી ન શકાય, ચણા, રોટલા જેવી કઠણ વસ્તુઓ ચાવીને ખાઈ ન શકાય, બ્રશ ન કરી શકાય

[નોંધઃ વિદ્યાર્થીઓએ ચર્ચા કરવી.]


32. ત્રણના જૂથમાં કામ કરો. તમારા દાંતને પાછા બોલાવવા માટે આપેલો પત્ર પૂરો કરો :


પ્રશ્ન 1.


…………………………

…………………………

તારીખ : …………..


મારા પ્રિય દાંત,

તમને કોગળા ભરીને યાદ.

આજે સવારે હું ……… ત્યારે મને ખબર પડી કે તમે અચાનક મારું મોટું છોડીને ગાયબ થઈ …………… છો ……… વિના મને કેટલી મુશ્કેલી પડે છે એ હું તમને કેવી રીતે કહું? હું ………… અને ………. જેવી વસ્તુઓ ખાઈ …………… નથી. તમે …………… ત્યારે આ બધી વસ્તુઓ ખાવાની કેવી …. ……! તમને ખબર છે, આજે મારે માત્ર દૂધ પીને જ કામ ચલાવવું ……! આમ તો શીરો મને ……. છે પણ તમે મોંમાં નથી ત્યારે મને એનો સ્વાદ બદલાયેલો લાગે છે. હવે તમે આવી જશો તો આપણે સરસ સરસ વસ્તુઓ ……………. તમારી આજુબાજુ જીભબહેન ડાન્સ …………… . હું તમને ખૂબ ચોખ્ખા રાખીશ. સવાર સાંજ ……………………………………………………… મહેરબાની કરીને તમે પાછા આવી જાઓ ને! તમારા વગર મારાથી ઘણું કહેવા જેવું બોલાતું નથી. હે મારા વહાલા, ધોળા, રૂપાળા દાંત! હું તમને વિનંતી …………… અને હા, સાથે દાઢબહેનને પણ લેતા આવજો અત્યાર સુધી મારી જે ભૂલ થઈ હોય એની માફી માગું છું.


તમારા આવવાની રાહ જોઉં છું. તમે આવશો તો મને રાહત થશે. તમને હું સારું સારું ખવડાવીશ, આવશો ને?


લિ. …………………….

………………………….


ઉત્તર :


5, આદિનાથ નગર,

નરોડા, અમદાવાદ.

તારીખ: 15-06-’21


મારા પ્રિય દાંત,

તમને કોગળા ભરીને યાદ.


આજે સવારે હું ઊઠ્યો ત્યારે મને ખબર પડી કે તમે અચાનક મારું મોઢું છોડીને ગાયબ થઈ ગયા છો. તમારા વિના મને કેટલી મુશ્કેલી પડે છે એ હું તમને કેવી રીતે કહું? હું સેવ, ચણા, પાપડ અને રોટલી જેવી વસ્તુઓ ખાઈ શકતો નથી. તમે હતા ત્યારે આ બધી વસ્તુઓ ખાવાની કેવી મજા પડતી ! તમને ખબર છે, આજે મારે માત્ર દૂધ પીને જ કામ ચલાવવું પડે છે! આમ તો શીરો મને ભાવે છે પણ તમે મોંમાં નથી ત્યારે મને એનો સ્વાદ બદલાયેલો લાગે છે. હવે તમે આવી જશો તો આપણે સરસ સરસ વસ્તુઓ ખાઈશું. તમારી આજુબાજુ જીભબહેન ડાન્સ કરશે. હું તમને ખૂબ ચોખ્ખા રાખીશ. સવાર-સાંજ બ્રશ કરીશ. તમારું ખૂબ ધ્યાન રાખીશ. તમારી સાથે વાતો કરીશ.


મહેરબાની કરીને તમે પાછા આવી જાઓ ને ! તમારા વગર મારાથી ઘણું કહેવા જેવું બોલાતું નથી. હું મારા વહાલા, ધોળા, રૂપાળા દાંત ! હું તમને વિનંતી કરું છું અને હા, સાથે દાઢબહેનને પણ લેતા આવજો. અત્યાર સુધી મારી જે ભૂલ થઈ હોય, એની માફી માગું છું.


તમારા આવવાની રાહ જોઉં છું. તમે આવશો તો મને રાહત થશે. તમને હું સારું સારું ખવડાવીશ, આવશો ને?


લિ. તમારો મિત્ર,

અજય



33. બાળક ચાલતું થાય તો તેને ‘પણ આવ્યા’ એમ કહે છે. બાળકને પગ આવતાં પહેલાં અને પછી શું થાય તે માટેનાં વાક્યો બનાવો.


પ્રશ્ન 1.

તે માટે આવા શબ્દ ઉપયોગમાં લઈ શકો : કહ્યાગરું, ઘોડિયું, ખીલે બાંધી રાખવું, જાત્રા/યાત્રા, ભાંખોડિયાં, ધમાલ, દોડાદોડ, તોડફોડ.

……. બહેન ભાઈને પગ આવ્યા. (તમારા ભાઈ કે બહેનનું નામ લખી શકો.)

……………………………………………………………………………………………………………….

……………………………………………………………………………………………………………….

……………………………………………………………………………………………………………….

ઉત્તર :

તે માટે આવા શબ્દ ઉપયોગમાં લઈ શકો કહ્યાગરું, ઘોડિયું, ખીલે બાંધી રાખવું, જાત્રા યાત્રા, ભાંખોડિયા, ધમાલ, દોડાદોડ, તોડફોડ. કાવ્યાના બહેન કે ભાઈને પગ આવ્યા.


પગ આવતાં પહેલાં તે કહ્યાગરું હોય. તે ઘોડિયામાં રમ્યા કરે. તે ભાંખોડિયાં ભરે. તેની યાત્રા શરૂ થાય. પગ આવ્યા પછી તેની ધમાલ વધી જાય. તે દોડાદોડ કરે અને જે વસ્તુ હાથમાં આવે તે તોડફોડ કરે. ક્યારેક તો તેને ખીલે બાંધી રાખવું પડે.


34. વાંચો, મજા કરો, સમજો, સમજાવો :


(નોંધઃ વિદ્યાર્થીઓએ આ પ્રવૃત્તિ વર્ગમાં કરવી.)


35. હસીએ ……

ચિન્હ (ડૉક્ટરને) : શું તમે દુખાવા વગર દાંત કાઢી શકો છો ?

ડૉક્ટર : ના

ચિન્હ : હું કાઢી શકું છું.

ડૉક્ટર : કેવી રીતે?

ચિન્હ : હી હી હી હી


36. લગભગ સરખા :


આવું – દૂર, છેટું

સૂગ ચઢવી – અતિશય અણગમો થવો

ખાબોચિયું – પાણીથી ભરેલો નાનો ખાડો

ભીંજાવું – પલળવું

નિરાંત – ફુરસદ

કરચલી – કોઈ સુંવાળી સાફ વસ્તુ સંકોચાવાથી એમાં પડતો સળ

કમાલ – નવાઈ ઉપજાવે એવું, ઘણું સારું

ફાંકડું – રસિક, ફક્કડ

કડક – કઠણ, આકરું

સંચો – કપડાં સીવવાનું મશીન

અતિશય – ઘણું જ, પુષ્કળતા

હરખ – આનંદ

ધાબું – ડાઘો, છાપરાને ઠેકાણે કરેલી અગાસી

છાકો પાડવો – ગર્વ કરવો, રોફ કરવો

અવનવું – નવી નવી જાતનું, નવતર

જાણકાર – જાણનાર

ચોકઠું – દાંતનું ચોકઠું, બારી કે બારણાં બેસાડવા ચાર લાકડાં સાલવીને કરેલો ચોખંડો ઘાટ

બચકું – કરડવું તે

ગાયબ – અલોપ, ગુમ થયેલું

કહ્યાગરું – કહ્યું કરે એવું, આજ્ઞાંકિત

ધમાલ – ધમાચકડી

ભાંખોડિયું – ઘૂંટણિયું, ગોઠણ

[નોંધ : વિદ્યાર્થીઓએ લગભગ સરખા (શબ્દાર્થ) તૈયાર કરવા અને તેના વાક્યમાં પ્રયોગ કરી વાક્યો પોતાની નોટબુકમાં લખવાં.]




વિશેષ પ્રશ્નોત્તરી


નીચેના પ્રશ્નોના એક- એક વાક્યમાં ઉત્તર લખો :


પ્રશ્ન 1.

બુશકોટભાઈએ ખિસ્સાને કેવું કહ્યું?

ઉત્તર :

બુશકોટભાઈએ ખિસ્સાને રખડું, ગંદુ અને ગંધાતું કહ્યું.


પ્રશ્ન 2.

ખિસ્સે સૂરજદાદાથી કેમ ડરી ગયું?

ઉત્તર :

ખિસ્સે સૂરજદાદાની લાંબી લાંબી મૂછો જોઈને ડરી ગયું.


પ્રશ્ન 3.

ખિસ્સા પર કોણે વહાલથી હાથ ફેરવ્યો?

ઉત્તર :

ખિસ્સા પર સૂરજદાદાએ વહાલથી હાથ ફેરવ્યો.


પ્રશ્ન 4.

ખિસ્સાની કરચલી કોણે દૂર કરી આપી? કેવી રીતે?

ઉત્તર :

ખિસ્સાની કરચલી ધોબીભાઈએ ઇસ્ત્રી ગરમ કરી, તેના પર ફેરવીને દૂર કરી આપી.



નીચેના પ્રશ્નોના બે-ત્રણ વાક્યોમાં ઉત્તર લખો :


પ્રશ્ન 1.

નીરજભાઈને કેવું ખિસું ગમે? તેમણે ખિસ્સાને કેમ કાઢી મૂક્યું?

ઉત્તર :

નીરજભાઈને ચોખ્ખું અને નવું ખિસું ગમે. ખિસ્સે ગંદુ અને ગંધાતું હતું એટલે નીરજભાઈએ તેને કાઢી મૂક્યું.


પ્રશ્ન 2.

ખિસું ચોખ્ખું કેવી રીતે થઈ ગયું?

ઉત્તર :

બુશકોટભાઈએ ખિસ્સાને ગંદુ અને ગંધાતું કહ્યું, તેથી ખિસું રડી પડ્યું. એની આંખમાંથી સફરજન જેવડાં આંસુનાં ટીપાં પડવા લાગ્યાં. આંસુનું ખાબોચિયું ભરાઈ ગયું. ખિસું ખાબોચિયામાં પલળી ગયું. એના પર ચોટેલી ધૂળ ધોવાઈ ગઈ એટલે તે ચોખ્ખું થઈ ગયું.


પ્રશ્ન 3.

નીરજભાઈ નવો બુશકોટ પહેરીને ક્યાં ક્યાં જાય?

ઉત્તર :

નીરજભાઈ નવો બુશકોટ પહેરીને બાલમંદિરે જાય. નીરજભાઈ નવો બુશકોટ પહેરીને રમવા જાય, નીરજભાઈ નવો બુશકોટ પહેરીને સૂઈ જાય.


નીચેના વિધાનોમાંથી ખરાં વિધાનો સામે [✓] ની અને ખોટાં વિધાનો સામે [✗] ની નિશાની કરો :


ખિસ્સાનાં આંસુથી તળાવ ભરાઈ ગયું. [✗]

દરજીભાઈએ ખિસ્સાને સૂકવી નાખ્યું. [✗]

ધોબીભાઈએ ઇસ્ત્રી ગરમ કરીને ખિસ્સાની માથે મૂકી દીધી. [✓]

ધોબીભાઈએ ખિસ્સાને ‘પૅન્ક યુ’ કહ્યું. [✗]

ખિસ્સાને નીરજભાઈના બુશકોટ પર બેસવાની મજા પડી. [✓]

નીચેનાં વાક્યો કોણ બોલે છે તે લખોઃ


“એય, બચુડા, બીશ નહીં.” – સૂરજદાદા

“મને તમારી સાથે બહુ ગમે છે.” – ખિસ્સે

“હવે તું વહાલું વહાલું લાગે છે, બચુકડા.” – સૂરજદાદા

“આટલું બધું રડે છે કેમ? તને કોણ વહ્યું?” – ધોબીભાઈ

“ચાલ, બેસી જા નીરજભાઈના બુશકોટ પર.” – દરજીભાઈ

કૌંસમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરો :


પ્રશ્ન 1.


……………….. ને લાંબી લાંબી મૂછો હતી. (દરજીભાઈ, સૂરજદાદા)

ખિસ્સે ………….. ના બુશકોટ પર ચોંટી ગયું. (નીરજભાઈ, નેહાબહેન)

……………….. એ ખિસ્સાને દુકાનમાંથી હાંકી કાઢ્યું. (દરજીભાઈ, ધોબીભાઈ)

ખિસ્યું ……………….. ના ખોળામાં બેસી ગયું. (નીરજભાઈ, સુરજદાદા)

ખિસ્સાની કરચલી …………………… એ દૂર કરી. (દરજીભાઈ, ધોબીભાઈ)

ઉત્તર :


સૂરજદાદા

નીરજભાઈ

દરજીભાઈ

સૂરજદાદા

ધોબીભાઈ


પ્રશ્ન વાક્ય, ઉગાર વાક્ય અને વિધાન વાક્યનાં પાંચ પાંચ ઉદાહરણ લખો :


પ્રશ્ન વાક્ય :


કેમ છો મહેશભાઈ ?

તમારું નામ શું છે?

તું કેમ રડે છે?

તમે મને રમાડશો ને?

આજે કયો વાર થયો?

ઉદ્ગાર વાક્યઃ


વાહ ! તમે કેવાં સુંદર લાગો છો !

ઊંધ્યા કરવાની કેવી મજા આવે !

હાશ ! બચી ગયા !

કોયલ કેવું મીઠું મીઠું ગાય છે !

બાપ રે ! કેવડો મોટો અજગર !

વિધાન વાક્ય :


અક્ષયજીને દાંત આવ્યા.

કાચબો સો વરસ જીવે.

સૂરજદાદા ગરમી આપે છે.

મારે એક ભાઈ છે.

નિશાળમાં રવિવારે રજા હોય છે.

નીચેનાં વાક્યોમાં ‘?’, ‘!’, ‘.’ ચિહ્નોમાંથી યોગ્ય ચિહ્ન મૂકો :


પ્રશ્ન 1.


તમારા પિતાજીનું નામ શું છે

વાહ કેવું સુંદર દશ્ય

મારું ગામ મને ગમે છે

આ અમારી શાળા છે

તમારે કોનું કામ છે

હાશ હવે જીવ હેઠો બેઠો

ઉત્તર :


તમારા પિતાજીનું નામ શું છે – [?]

વાહ કેવું સુંદર દશ્ય – [!, !]

મારું ગામ મને ગમે છે – [. ;]

આ અમારી શાળા છે – [. ;]

તમારે કોનું કામ છે – [? ;]

હાશ હવે જીવ હેઠો બેઠો – [!, .]


Thank you…….. if you like this blog then don't forget to share with others and help them ...

No comments:

Post a Comment

એક ઐતિહાસિક સ્થળ: રાણપુરનો ગઢ

રાણપુરનો ગઢ શું તમારી યાદીમાં એવા કોઈ ઐતિહાસિક સ્થળ છે જેની મુલાકાત લેવા તમે બહુજ ઉત્સાહિત હતા અથવા છો? અહીં આ બ્લૉગમાં હું આવા જ એક ઐતિહાસિ...