Monday, 13 May 2024

એક ઐતિહાસિક સ્થળ: રાણપુરનો ગઢ

રાણપુરનો ગઢ


શું તમારી યાદીમાં એવા કોઈ ઐતિહાસિક સ્થળ છે જેની મુલાકાત લેવા તમે બહુજ ઉત્સાહિત હતા અથવા છો?


અહીં આ બ્લૉગમાં હું આવા જ એક ઐતિહાસિક સ્થળની મુલકાત વિશે વાત કરવા જઈ રહી છું જે અન્ય સ્થળોની જેમ એક આગવી વિશેષતા ધરાવે છે. તો ચાલો આપણે પહેલા તેના ઇતિહાસની ઝાંખી કરી લઈએ.




આગવો ઇતિહાસ


રાણપુર શહેરમાં ભાદર અને ગોમા નદીની વચ્ચે રાણાજી ગોહિલનો ગઢ આવેલો છે. આ ગઢનો ઇતિહાસ એવો છે કે ઈ.સ. 1290 માં તેમના પિતાજી સેજકજીનુ અવસાન થયુ હતુ ત્યારે સેજકજીના મોટા પુત્ર રાણાજી ગોહિલને ગાદી સોપવામાં આવી હતી. તેમના સંરક્ષણની દ્રષ્ટિએ રાણપુરની આજુબાજુની જગ્યા યોગ્ય લાગતાં સેજકપુરથી તેમની ગાદી તેમના નામ રાણાજી ઉપરથી રાણપુર વસાવી ત્યાં ગાદી ફેરવી હતી. સંરક્ષણની દ્રષ્ટિએ વિચારી નદીના કિનારે ટેકરી ઉપર કિલ્લો બનાવીને તેમાં રાણાજી મહેલ બનાવ્યો હતો. ગોહિલ કુળનું સૌરાષ્ટ્રમાં આગમન બાદ તેમનો બનાવેલ આ પ્રથમ કિલ્લો છે.




ઈ.સ. 1309 માં અલાઉદીન ખીલજીના લશ્કરની રાણપુર ઉપર ચડાઈ કરવામા આવે અને રાણપુરની નજીકમા આવેલ કનારા ગામ સુધી અલાઉદીનનું લશ્કર પહોંચી જાય છે. જેની જાણ સૈનિક રાણપુર જઈ રાણાજીને ખબર આપે છે કે રાણા રમતું મેલ કટક આયુ કનારા આ કહેવત આજે પણ રાણપુર વિસ્તારની સમગ્ર પ્રજા બોલે છે. રાણાજી સંભાળીને લશ્કર સાથે કનારા પહોંચી જાય છે. યુદ્ધ થાય છે અને રાણાજી આ યુધ્ધમા ખપી જાય છે તેમનો ધ્વજ નીચે પડી જાય છે.


આ યુધ્ધ રાણીઓ જોઈ રહ્યા હતા ધ્વજને નીચે પડી જતા જોઈ આ રાણીઓ તેમના કુટુંબની મહિલાઓ સાથે બાજુમાં આવેલા કુવામાં આત્મ બલિદાન કરે છે. સતીઓ અને જોહરમાં ઘણો તફાવત છે. પતિના મૃત્યુ બાદ તેમની પત્ની પતિની ચિતા ઉપર બેસી પતિ સાથે તેણી અગ્નિસંસ્કાર કરે છે તેને સતી કહેવાય છે.


પતિ યુદ્ધમાં હારી ગયા હોય અને કેદ થયા હોય અથવા ખપી ગયા હોય ત્યારે દુશ્મનો આવી પોતાની સતીત્વ મર્યાદાનું ઉલંઘન ન કરી શકે માટે પોતાના રક્ષણ માટે આત્મ બલિદાન આપે તેને જોહર કહેવામાં આવે છે.


રાણપુરના ઐતિહાસિક કિલ્લામાં આત્મ બલિદાનના ગૌરવ પ્રતિકરૂપ ગુજરાતમાં એકમાત્ર જલ જોહર સ્થાન છે. રાજપુતાણીઓના જોહરની સૂર્યકથાની સ્મૃતિઓ જેની સાથે વર્ણવેલ છે. તે પૂણ્યભૂમિ દર્શન કરવાની દરેક રાષ્ટ્રપ્રેમી અને શૌર્યવાન વીર વિરાંગનાઓની ભાવના હોવી જોઈએ. 


આજે પણ આ કિલ્લાઓ એવા જ લાગી રહ્યા છે કે જ્યાં રાણાજી ગોહિલ પોતે રાજ કરી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. હાલમાં બાજુમાં જ જ્યાં સાતેસાત રાણીઓએ જોહર કર્યું હતું તે કૂવો પણ હાલમાં ત્યાં જ છે. 


જોહર કર્યું તે કૂવો


હાલમાં ગઢની અંદર બળદગાડાને હાથી ઘોડાના શણગારના સામાનનો પણ એક રૂમ હાલમાં છે જયાં રાણાજી ગોહિલના હથીયાર ભાલા, તલવાર, ઢાલ ને અનેક સામગ્રીઓ પણ  એક ખંડની અંદર રાખવામાં આવેલા છે.

Here I have attached the more pictures related to the place is given below...⬇️ Do visit again this blog... Thank you 😊





















No comments:

Post a Comment

7A Do as Directed

 (1) He can't be poor if he's a crook on the run. (Use ‘unless’) ✅ Answer : He can’t be poor unless he is a crook on the run. ✨ Expl...