વિજ્ઞાન અને ટેક્નોલોજનું જીવનમાં મહત્વ
Learn to grow more
વિજ્ઞાન અને ટેક્નોલોજનું જીવનમાં મહત્વ
જ્યારે આપણે ટેકનોલોજીની વાત કરીએ છીએ ત્યારે ટેક્નોલોજી એટલે, માનવીએ પોતાની જરૂરિયાતોની પૂર્તિ માટે જે કંઇ પણ ચીજવસ્તુઓનું નિર્માણ કર્યું છે તેનો સમાવેશ ટેક્નોલોજીમાં કરી શકાય. અહિં આપણો હેતુ ઉત્પાદનની એવી પધ્ધતિઓ સાથે છે જેનાથી વસ્તુઓનું નિર્માણ થાય છે. આપણે આપણી આસપાસ નજર કરીએ છીએ ત્યારે આપણી આસપાસ જે કંઇપણ વસ્તુઓ જોવા મળે છે તે વસ્તુઓનું નિર્માણ ટેક્નોલોજી દ્વારા થયું હોય છે. પ્રવર્તમાન સમયમાં રોજે-રોજ નવી-નવી વૈજ્ઞાનિક શોધખોળો થઈ રહી છે. બજારમાં રોજે-રોજ નવા નવા મોડલનાં ટી.વી., ફ્રિજ, એ.સી., મોબાઇલ ફોન, કોમ્પ્યુટર, મોટર સાઇકલ, ગાડી વગેરે ઠલવાઇ રહ્યાં છે. આ બધી વસ્તુઓથી જેમ બજાર ભરેલું પડ્યું છે તેમ, આપણું ઘર પણ આમાંની ઘણી ચીજવસ્તુઓથી ભરાઇ ગયું છે. એટલા માટે જ, આધુનિક યુગને વિજ્ઞાન અને ટેકનોલોજીનો યુગ કહેવામાં આવે છે.
આજે દરેક વ્યક્તિ એક એવું ઘર ઇચ્છે છે જેમાં વર્તમાન સમયની તમામ ભૌતિક ચીજ વસ્તુઓની સગવડ હોય. ટી.વી., ફ્રિજ, એ.સી., મોબાઇલ ફોન, કોમ્પ્યુટર, વોશિંગ-મશીન વગેરે જેવાં ભૌતિક સુખ સગવડનાં સાધનો આપણી જરૂરિયાત બની ગઈ છે અને તેના વિના જીવન જીવવાની આપણે કલ્પના પણ કરી શકતા નથી. આપણે બધા જાણીએ છીએ કે જો ગરમીની ઋતુમાં લાઇટ જતી રહે તો લોકો કેટલા હેરાન-પરેશાન થઇ જાય છે? કારણ કે, પંખો કે એ.સી.ની ઠંડક, ફ્રિજ કે કુલરનું ઠંડુ પાણી લાઇટ વગર મળી શકતું નથી, જેની હવે આપણને આદત પડી ગઈ છે. આજનાં સમયમાં આ બધી ભૌતિક સુખ-સગવડો વિના માનવ જીવનની કલ્પના પણ નથી કરી શકાતી. વર્તમાન સમયમાં નવીનતમ ટેક્નોલોજીએ મનુષ્યને પોતાના ઉપર એટલો તો નિર્ભર બનાવી દીધો છે કે, તે તેને પ્રાપ્ત કરવા માટે સતત ભાગતો જ ફરી રહ્યો છે. એનું સુખ, શાન્તિ, સંતોષ બધું જ જાણે કે છીનવાઈ ગયું છે!
આધુનિક સમયમાં જે દેશ જેટલા પ્રમાણમાં ટેક્નોલોજીની દ્રષ્ટિએ સધ્ધર હોય તેટલા પ્રમાણમાં તેને વિકસિત, વિકસતો કે અલ્પ-વિકસિત માનવામાં આવે છે. અથવા તો, જે દેશ ટેક્નોલોજીની દૃષ્ટિએ જેટલો સધ્ધર હોય એટલો એને વિકસિત માનવામાં આવે છે. આજના વૈજ્ઞાનિક યુગમાં યુધ્ધો કે લડાઇઓ હાથી, ઘોડા કે માણસોથી નથી લડવામાં આવતાં, યુદ્ધ માટે પણ આપણે ટેકનોલોજીનો સહારો લેવો પડે છે. ટેંકો, મિસાઇલો, રોકેટ, ફાઇટર વિમાન, હેલિકોપ્ટર વગેરેના ઉપયોગ દ્વારા આજે યુધ્ધો લડવામાં આવે છે. બોમ્બ, અસ્ત્ર-શસ્ત્રની મદદથી વિમાન હુમલો ન કરે તે માટે રડારનો ઉપયોગ કરવામાં આવે છે. એટલે કે, આપણી સુરક્ષા માટે આપણે નીત-નવી ટેકનોલોજી ઉપર આધાર રાખીએ છીએ. એટલું જ નહીં ઉપગ્રહ, રોકેટથી આપણે આપણા દેશની બીજા દેશો સામેની સુરક્ષા માટેની જાણકારી પણ મેળવીએ છીએ.
આજનો યુગ કોમ્પ્યુટર યુગ છે. કોમ્પ્યુટર દ્વારા જ આપણે ટાઈપિંગ, પ્રિંટિંગ બધું કરીએ છીએ. ઇન્ટરનેટના માધ્યમથી દુનિયાભરની માહિતી આપણે મેળવી શકીએ છીએ. વર્તમાન સમયમાં ટેકનિકલ શિક્ષણને વધારે મહત્વનું માનવામાં આવે છે. લાઇબ્રેરીને સોફટવેરની મદદથી કોમ્પ્યુટરાઇઝડ બનાવવામાં આવી રહી છે. બજારમાં લેપટોપ અને ટેબ્લેટનાં વિવિધ મોડલો મળતા થયા છે. શિક્ષણમાં કોમ્પ્યુટર, લેપટોપ, ઇન્ટરનેટ, પ્રોજેકટર જેવી વસ્તુઓના ઉપયોગનું વલણ વધતું જાય છે. વિજ્ઞાનના વિષયોમાં પ્રેક્ટીકલ માટે આધુનિક ઉપકરણોનો ઉપયોગ થઈ રહ્યો છે. માત્ર ઉચ્ચ શિક્ષણમાં જ વિવિધ ટેકનોલોજીનો ઉપયોગ થાય છે તેવું નથી, પ્રાથમિક શિક્ષણ પણ કોમ્પ્યુટર દ્વારા આપવાની શરૂઆત થઈ ગઈ છે. ડિસ્ટન્સ એજ્યુકેશન માટે મોટા-મોટા ઉપગ્રહો કામ કરી રહ્યા છે. આજનો આપણો વિદ્યાર્થી સામાન્ય સરવાળા-બાદબાકી માટે કેલ્ક્યુલેટરનો સહારો લેતો થઇ ગયો છે.
વેપાર-ઉધોગ અને ધંધાની વાત કરીએ તો આજે ઉત્પાદનની બધી બાબતોમાં મશીનોનો વધુમાં વધુ ઉપયોગ કરવામાં આવે છે. ઉત્પાદન કરવાનું હોય તેવી વસ્તુનું કદ, વજન, રંગ, ઘાટ વગેરે નક્કી કરવા માટે વિવિધ ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવે છે. સામાન્ય બીઝનેસની વાત કરીએ તો આજે ઇ-મેલ બિઝનેસ, વિંડો-શોપિંગનો ઉપયોગ થઈ રહ્યો છે. વેપારનું સંચાલન ટેલિફોન, મોબાઇલ, ઇન્ટરનેટના માધ્યમથી થઇ રહ્યું છે, જેને ઇ-કોમર્સ કહેવામાં આવે છે. બેંકની વાત કરીએ તો બધી બેંકો કોમ્પ્યુટરાઇઝડ બની ગઈ છે, ATM કાર્ડનો જમાનો છે, શેરમાર્કેટ પણ સંપૂર્ણપણે કોમ્પ્યુટર અને ઈન્ટરનેટ પર આધારિત થઈ ગયું છે. પ્રોડક્ટના ઉત્પાદનથી માંડીને માર્કેટીંગ સુધીની તમામ બાબતોમાં આજે ટેકનોલોજીનો ઉપયોગ થઇ રહ્યો છે. આમ, આપણી લગભગ બધી જ આર્થિક પ્રવૃતિઓ ટેકનોલોજી પર આધારિત છે.
આરોગ્ય વિષયક બાબતોમાં વિવિધ ટેકનોલોજીનો ઉપયોગ થાય છે. મોટી-મોટી હોસ્પિટલો આધુનિક યંત્રો અને મશીનોથી ઘેરાયેલી પડી છે. આવાં યંત્રોની મદદથી અઘરાંમાં અઘરાં ઓપરેશનો થોડીક જ ક્ષણોમાં કરી શકાય છે. લેસર ટેકનોલોજી, કોમ્પ્યુટર, ઈન્ટરનેટ વગેરે આજે રોગ નિવારણ માટે ઉપયોગી માનવામાં આવે છે. પ્લાસ્ટિક સર્જરી દ્વારા ગમે તેવી બદસૂરત વ્યક્તિ મનગમતી સુંદરતા પ્રાપ્ત કરી શકે છે. વર્તમાન સમયની જીવનશૈલીએ માનવીને અનેક પ્રકારના નવા રોગોની ભેટ આપી છે. જેને દૂર કરવા રોજે-રોજ નવી-નવી દવાઓ, ઇન્જેકશનો વગેરેની શોધો થતી જ રહે છે અને આપણે હવે તેની ઉપર નિર્ભર બની ગયા છીએ. આપણને સહેજ માથું દુખતું હોય કે શરીરમાં સહેજપણ નબળાઇ લાગે તો તરત જ એક ગોળી લઈ લઈએ છીએ. આધુનિક યંત્રો વગર તબીબો પણ અઘરાં ઓપરેશનો કરવાનું વિચારી શકતા નથી.
બજારમાં રોજે- રોજ નવી નવી ગાડીઓના મોડેલો આવી રહ્યા છે, ટ્રેનો, મેટ્રો ટ્રેનો ચાલી રહી છે, એ.સી. બસો દોડી રહી છે, વિમાન દ્વારા લાંબુ અંતર આપણે થોડાક જ કલાકોમાં કાપી રહ્યા છીએ. માત્ર એટલું જ નહિ, આજે તો આપણા યાન અંતરિક્ષમાં જઈને શોધો કરી રહ્યા છે. આમ, આપણે પરિવહનની બાબતમાં પણ ટેકનોલોજી પર આધારિત બની ગયા છીએ. આજે બળદગાડા કે ઘોડાગાડી દ્વારા લાંબી મુસાફરીની કલ્પના પણ નથી કરી શકાતી.
ચૂંટણી વખતે પ્રચાર માટે મિડિયા, ટેલિવિઝન જેવા પ્રચાર માધ્મમોનો ઉપયોગ થઈ રહ્યો છે. ઈ- વોટિંગ મશીનની મદદથી ચૂંટણી પ્રક્રિયાઓ કરવામાં આવે છે અનેકવિધ ટેકનોલોજી આજે રાજનીતિના ક્ષેત્રમાં એક મોટી ભૂમિકા ભજવી રહી છે. આજે તો મનુષ્ય જન્મ થયા પહેલાં પણ ટેકનોલોજી ઉપર આધારિત બન્યો છે. ગર્ભધારણ કરવાથી માંડીને ગર્ભને ટકાવવા અને જન્માવવા માટે વિવિધ ટેકનોલોજીની જરૂરિયાત પડવા લાગી છે. આધુનિક માનવી સુખ સગવડના ભૌતિક સાધનો વગરની કલ્પના પણ કરી શકતો નથી. અહીં જોઇ શકાય છે કે સામાજિક, આર્થિક, રાજનૈતિક, ધાર્મિક એમ સમાજ જીવનનાં બધાં જ પાસાંઓમાં આપણે ટેકનોલોજી ઉપર આધારિત બની ગયા છીએ.
ભૌતિક સુખ-સગવડનાં સાધનોએ માનવીને અનેક પ્રકારના શારીરિક-માનસિક રોગોનું ઘર બનાવી દીધો છે. ટેકનોલોજીનો વિકાસ કરવાની ધુનમાં પ્રકૃતિનું નિકંદન નીકળી ગયું છે. ગ્લોબલ વોર્મિંગ, ધરતીકંપ, જવાળમુખી, ત્સુનામી જેવી કુદરતી આપત્તિઓનો પણ આપણે સામનો કરવો પડી રહ્યો છે. જે પ્રકારે વર્તમાન સમયમાં નવી-નવી ટેકનોલોજી વિકસી રહી છે અને તેને પ્રાપ્ત કરવા માટે માનવી હરીફાઇ કરી રહ્યો છે અને ક્યારેક હિંસા, ચોરી, લૂંટફાટ, છેતરપીંડી, હત્યા જેવી ગુનાખોરી તરફ વળી રહ્યો છે તે જોતાં એમ કહી શકાય કે, “ટેકનોલોજીએ માનવીને પોતાનો ગુલામ બનાવી દીધો છે”.
એક સમયે કાર્ય કરવા માટે સ્નાયુબળનો ઉપયોગ કરવો પડતો હતો. ત્યારબાદ હસ્તપ્રયોગી કૌશલ્યનો વારો આવ્યો અને અત્યારે તે માટે બુદ્ધિ-શક્તિના પ્રયોજનનો સમય ચાલી રહ્યો છે. પંક્તિઓ વચ્ચે વાંચતાં વિજ્ઞાન અને ટેક્નૉલૉજી આધારિત વિકાસના ઇતિહાસની ઝલક મળી રહે છે.
આજે એક તરફ થોડાક લોકોને માટે મૂડીનું નિર્માણ કરવાના માર્ગો વધતા જાય છે, તો બીજી તરફ ઘણા લોકોને મહામહેનતે પણ બે ડગલાં માંડવા માર્ગ મળતો નથી. તેની સાથે વિશ્વની જનસંખ્યામાં અણધાર્યો વધારો થઈ રહ્યો છે. પરિણામે, થોડાક તવંગર લોકો વધુ તવંગર બને અને ઘણા ગરીબ લોકો વધુ ગરીબ બને તેવી પરિસ્થિતિ સામે આવી રહી છે. આ પરિસ્થિતિ સામે ટેક્નૉલૉજી એવું પરિબળ છે, જે આર્થિક વિકાસને વેગ આપી શકે, જીવનધોરણ ઊંચું લઈ જઈ શકે, સ્વનિર્ભરતા અને સલામતી બક્ષીને રાષ્ટ્રને મજબૂત બનાવી શકે. યુ.એસ., યુરોપ અને જાપાન જેવાં રાષ્ટ્રો ટેક્નૉલૉજીના વિકાસથી જ મજબૂત થયાં છે.
વિજ્ઞાન જ્યારે વ્યવહારમાં પ્રયોજાય છે ત્યારે તે ટેક્નૉલૉજીનું સ્વરૂપ ધારણ કરે છે, તે દરમિયાન તે કેટલાક તબક્કાઓમાં થઈને પસાર થાય છે. વિજ્ઞાનના સિદ્ધાંતોને આધારે ઉદ્યોગોની ભૂમિકા તૈયાર થાય છે. ઉદ્યોગો તેમની જરૂરિયાત મુજબ અને ઉત્પાદ(product)ની ગુણવત્તા વધારવા માટે સંશોધન અને વિકાસ(Research and Development – R & D)નો આશ્રય લે છે. તેમાંથી ઉપયોગી ટેક્નૉલૉજીનો વિકાસ થાય છે. ટેક્નૉલૉજીમાં કરાયેલા શોધનવર્ધનથી ઉદ્યોગનું નવીનીકરણ કરવામાં આવે છે. આ પ્રવિધિ ચાલુ રાખી તેને આગળ ધપાવવામાં આવે છે. વિકસિત રાષ્ટ્રોમાં આવી પ્રક્રિયા નિરંતર ચાલતી રહે છે.
ઉદાહરણ તરીકે, વિશ્વનાં રાષ્ટ્રો અવકાશ-સંશોધન કાર્યક્રમનો ઉદ્યોગોમાં ઉપયોગ કરી શકે છે. ઇસરો (Indian Space Research Organization) અને નાસા(National Aeronautics and Space Administration)એ 50થી વધુ પ્રક્રિયાઓ અને ઉત્પાદો વિકસાવેલાં છે. તે પછી, 27 ઉદ્યોગોને તે માટેના પરવાના અપાયા છે.
માનવશક્તિના પ્રશિક્ષણ અને સુલભ ટેક્નૉલૉજીના સર્જન માટે સમુચિત સંસ્થાઓ ઊભી કરીને તત્કાલીન યુ.એસ.એસ.આર., યુ.એસ., યુ.કે., જાપાન અને યુરોપનાં કેટલાંક રાષ્ટ્રોએ નોંધપાત્ર પ્રગતિ સાધી છે. રાષ્ટ્રની સલામતી તથા સ્વનિર્ભરતા માટે સંશોધન અને વિકાસ(R & D)ને સારું એવું મહત્વ અપાયું છે તેથી આધુનિકીકરણની બુનિયાદ મજબૂત બની છે. તે માટે પ્રયોગશાળાનાં પરિણામો ચાર દીવાલો વચ્ચે ન રાખતાં બહારના વિસ્તારો (fields) એટલે કે માર્કેટ સુધી લઈ જવાં જરૂરી છે. તો જ વિજ્ઞાન, ટેક્નૉલૉજી બનીને ઉદ્યોગો સુધી પહોંચી શકે.
હાલને તબક્કે લેસર, રેસા-પ્રકાશિકી, અવકાશ-ટેક્નૉલૉજી, ન્યૂક્લિયર વિખંડન (fission) અને સંલયન (fusion) તથા બાયૉટેક્નૉલૉજીનો પુરબહારમાં વિકાસ અને ઉપયોગ થઈ રહ્યો છે. આ તમામ ટેક્નૉલૉજીનાં પ્રયોજનોથી મળતા ફાયદા અને પેદા થતાં ભયસ્થાનો સમાજ અને રાષ્ટ્ર સામે અવારનવાર આવતાં રહે છે. નવી પ્રગતિત ટેક્નૉલૉજીથી માનવજાતની કેટલીક સમસ્યાઓ બેશક હલ થઈ શકી છે; તો બીજી કેટલીક સમસ્યાઓને વધુ જટિલ બનાવીને માણસના અસ્તિત્વ સામે ખતરો પણ પેદા કર્યો છે. જેમ કે, ન્યૂક્લિયર ટેક્નૉલૉજી માનવજાતના સર્વાંગી વિકાસ માટે ઊર્જાનું સર્જન કરી શકે છે અને પરમાણુ-બૉમ્બ દ્વારા વિનાશ નોતરી શકે છે. અવકાશ ટેક્નૉલૉજીથી સંદેશાવ્યવહાર અને પૃથ્વીના પેટાળની અંદરનાં સંસાધનોની ખોજ કરી શકાય છે, તો બીજી બાજુએ તેથી યુદ્ધલક્ષી જાસૂસી પણ કરી શકાય છે.
અર્ધવાહકો, કમ્પ્યૂટર, કૃત્રિમ બુદ્ધિ, રોબૉટિક્સ અને દ્રવ્ય-ટેક્નૉલૉજીના આગમન સાથે વૈજ્ઞાનિક શોધો અને તેમની ટેક્નૉલૉજી વચ્ચેનો ગાળો એકદમ સાંકડો થઈ ગયો છે. આથી વિજ્ઞાન અને ટેક્નૉલૉજીમાં R & Dની અનુકૂળતાઓ વધી છે તેથી ભાવિ ટેક્નૉલૉજીનાં વલણો કેવાં હશે તેનો ખ્યાલ કરવાનું સંભવિત બનતું જાય છે. પરિણામે ભાવિ ટેક્નૉલૉજીની આગાહી (forecasting) થઈ શકે એમ છે.
ટેક્નૉલૉજીના સંદર્ભમાં વિજ્ઞાનની શક્તિ ઘણીબધી હોય અને સમાજને લગતી તમામ જરૂરિયાતો સંતોષવા સક્ષમ હોય તો એમ લાગે છે કે ભાવિ ટેક્નૉલૉજીની સંભવિત આગાહી પણ કરી શકાય. આવી આગાહીમાં દશ-વીસ કે વધુ વર્ષ પછી કેવાં યંત્રો, ઓજારો, પ્રયુક્તિઓ, શસ્ત્રો તૈયાર કરી શકાશે તેનો અંદાજ કાઢી શકાય ખરો. આવી આગાહી આધારિત અંદાજો ભાવિ આયોજનમાં મદદરૂપ થઈ શકે. ખાનગી નિર્માણકર્તાઓ (ઉત્પાદકો) ભાવિ ટેક્નૉલૉજીમાં મસમોટો નફો ઘર ભેગો કરવા વધુ રસપૂર્વક સક્રિય બને એ સમજાય એવું છે. તેથી ગ્રાહકો કે સમાજને કેટલાક ફાયદા કે ગેરફાયદા થશે તે વિચારવા જેવી બાબત રહે છે.
ઘણાબધા સવાલો જે સપાટી ઉપર આવતા દેખાય છે તે તેટલા સરળ નથી, પણ તેમનાં મૂળ ઘણાં ઊંડાં ગયેલાં હોય છે. વિજ્ઞાનમાંથી ટેક્નૉલૉજી અને ટેક્નૉલૉજીમાંથી ઉપકારક પ્રયુક્તિઓનો માર્ગ સમાજ માટે સીધો ને સરળ નથી. વિજ્ઞાનની શોધો આધારિત પ્રયુક્તિઓ સમાજની છેવાડાની વ્યક્તિ સુધી પહોંચતાં સદીઓ લાગે છે. આની સ્પષ્ટતા માટે એક જ ઉદાહરણ બસ છે. માઇકલ ફૅરડેએ વિદ્યુતપ્રેરણના નિયમો 1831માં શોધી કાઢ્યા. વિદ્યુત-જનિત્રો (generators) અને મોટરો આ નિયમો ઉપર કાર્ય કરે છે તે છતાં, તે સમયે ઘરમાં કે શેરીમાં આ શોધનો ઉપયોગ વિદ્યુતગોળા ચલાવવામાં થઈ શક્યો નહિ; કારણ કે તે સમયે વિદ્યુતગોળાની શોધ થઈ ન હતી. સૌપહેલાં ગરમ તાંતણા (filament) આધારિત દીવો શોધાયો તો તે બિલકુલ થોડાક જ સમયમાં ડૂલ થઈ ગયો; કારણ કે ગોળામાં શૂન્યાવકાશ પેદા કરવા માટે તે સમયે શૂન્યાવકાશ પંપ શોધાયો ન હતો. આ બધું 1881માં (50 વર્ષ બાદ), એડિસને વિદ્યુત ગોળો શોધ્યો અને વિદ્યુતમથકો તૈયાર થયાં ત્યારે, શક્ય બન્યું. આ રીતે ફૅરડેની શોધને વ્યવહારમાં પ્રયોજવા બીજી પ્રયુક્તિઓ અને ટેક્નૉલૉજી તૈયાર ન થઈ ત્યાં સુધી એટલે કે 50 વર્ષ રાહ જોવી પડી.
હવે સુખદ બાબત તો એ છે કે શોધ અને તેના પ્રયોજન વચ્ચે સમયગાળો ઘટી રહ્યો છે. ઉપરનું દૃષ્ટાંત હજુ પણ અમુક સંજોગોમાં બરાબર ન્યાયયુક્ત (valid) છે. અત્યારે કેટલાંક સૈદ્ધાંતિક (શુદ્ધ) સંશોધનો તો કેટલાંક વ્યાવહારિક (પ્રયુક્ત) સંશોધનો ચાલે છે. પ્રયુક્ત સંશોધનોમાંથી કેટલીક ‘શક્ય’ (possible) ટેક્નૉલૉજી બને છે. ત્યારબાદ અન્ય ક્ષેત્રોમાંથી પ્રાપ્ત થયેલી ટેક્નૉલૉજીને આધારે તે ‘સંભવિત સફળ’ ટેક્નૉલૉજીમાં પરિવર્તન પામે છે, છેલ્લે તે ‘વાસ્તવિક’ ટેક્નૉલૉજીના માર્ગે વળે છે.
આવતીકાલની ટેક્નૉલૉજીનું આગળથી મનમાં ચિત્ર તૈયાર કરવા માટે સંશોધન-ક્ષેત્રો તથા આર્થિક અને સામાજિક પાસાંઓ ઉપર પણ નજર રાખવી આવશ્યક છે. આવી નજર પોતાના રાષ્ટ્ર અને સમગ્ર વિશ્વ ઉપર રાખવી જરૂરી છે. જે રાષ્ટ્ર કે સમાજ આ બધું સક્ષમ અને અસરકારક રીતે પાર પાડે છે તેને મહત્તમ ફાયદો થાય છે. વિવિધ વૈજ્ઞાનિક શોધો અને ટેક્નૉલૉજીનો વિકાસ ઉત્પાદનલક્ષી હોવો જરૂરી છે. આ સાથે, કમનસીબે, યુદ્ધશસ્ત્રોનું પણ ઉત્પાદન વધે છે. વધુ ઉત્પાદનના હેતુથી ઘણા દેશો ટેક્નૉલૉજીના વિકાસ માટે R & D પાછળ ઘણાં નાણાં ખર્ચે છે. રોકેલાં નાણાંનું મહત્તમ વળતર મેળવવા કોશિશ કરવામાં આવે છે. આ રીતે, ટેક્નૉલૉજી ફોરકાસ્ટિંગ ખુદ વિજ્ઞાન બની રહે છે.
ટેક્નૉલૉજીને ત્રણ રીતે જોવી-વિચારવી ઘટે : (1) સમય માટેની ટેક્નૉલૉજી, જેમાં ગતિવાળાં સાધનો સમયની બચત કરે છે; (2) ઉત્પાદન-ટેક્નૉલૉજી, જે માનવશ્રમનો વિકલ્પ બની શકે છે; (3) સંહારક ટેક્નૉલૉજી, જે વિનાશનું કારણ પૂરું પાડે છે. આ ત્રણેયના સંદર્ભમાં ટેક્નૉલૉજીના હસ્તાંતરણ(transfer)ની ભૂમિકા, એકવીસમી સદીમાં, મહત્વની રહેવાની છે.
વિજ્ઞાન અને ટેક્નૉલૉજીના વિકાસનો ઇતિહાસ એટલે સર્જન અને સંહારની ગાથા. ન્યૂક્લિયર ટેક્નૉલૉજીથી ઊર્જા મળે છે. વળી રેડિયો-સમસ્થાનિકો (isotopes) વડે સંશોધન, તબીબી અને કૃષિક્ષેત્રે રચનાત્મક કાર્યો થઈ શકે છે. ન્યૂક્લિયર મેડિસિન આજે રોગોના નિદાન અને ઉપચાર માટે નિર્ણાયક ભાગ ભજવે છે. ન્યૂક્લિયર ટેક્નૉલૉજીનું વિનાશક પાસું સૌ કોઈને જાણીતું છે. હીરોશીમા અને નાગાસાકીના વિનાશની ઐતિહાસિક ઘટના તેની સાક્ષી છે.
ચોમાસામાં આકાશ મધ્યે વીજળીના પ્રબળ લિસોટા બાદ થતા જોરદાર કડાકા અને ભડાકા દરમિયાન આશરે 10 કરોડ વોલ્ટ જેટલું વિદ્યુતદબાણ, 20,000 ઍમ્પિયર વિદ્યુતપ્રવાહ અને 33,000° સે. તાપમાન પેદા થાય છે. આ ઘટનાને નાથી નિયંત્રિત કરી શકાય તો અકલ્પ્ય ઊર્જા મળી રહે. એટલે કે આશરે 20 લાખ મેગાવૉટ, જે ભારતના તમામ ઊર્જાસ્રોતમાંથી પેદા થતી વિદ્યુત કરતાં વધારે છે. આ ઊર્જાને વ્યવહારોપયોગી બનાવવા તેને અનુરૂપ ટેક્નૉલૉજીની આવશ્યકતા છે. આ સિદ્ધ કરવા માટે આગામી સદીના ટેક્નૉલોજિસ્ટો સામે મોટો પડકાર છે. આવી બીજી આપત્તિજનક પ્રાકૃતિક ઘટનાઓમાંથી વિપુલ ઊર્જા મેળવી શકાય.
અવકાશ-ટેક્નૉલૉજીએ તો આખી દુનિયાને સાંકડી બનાવી દીધી છે. કૃત્રિમ ઉપગ્રહોને આધારે આંતરદેશીય સંદેશાવ્યવહાર સરળ અને સુલભ બન્યો છે. પૃથ્વીના પેટાળની અંદરનાં સંસાધનો(ખનિજો)ની ખોજ શક્ય બની છે. હવામાન અને મોસમની જાણકારી વેળાસર મળવા લાગી છે. સંશોધનની સુવિધાઓ ઉપલબ્ધ થઈ છે. અવકાશવિજ્ઞાન અને ટેક્નૉલૉજીનું આ જમા પાસું છે.
ભવિષ્યમાં ઉપગ્રહો યુદ્ધના કમાન્ડરો બનવાના છે. વિદ્યુતચુંબકીય સ્પંદ (પલ્સ) એટલે કે ઈ-બૉમ્બ શત્રુના દેશ ઉપર એવા સમયે અને સ્થળે ત્રાટકી શકે કે જેથી બધાં જ તંત્રો અને વ્યવસ્થા એકસાથે ઠપ થઈ જાય. આ રીતે ટેક્નૉલૉજી-આધારિત યુદ્ધનું સ્વરૂપ બદલાઈ જવાનું છે. આ છે ટેક્નૉલૉજીના વિકાસનું નકારાત્મક પાસું.
આધુનિક ટેક્નૉલૉજીએ સૂક્ષ્મીકરણ(miniaturisation)ની દિશા પકડી છે. વાલ્વની જગાએ ટ્રાન્ઝિસ્ટર, ટ્રાન્ઝિસ્ટરની જગાએ સંકલિત પરિપથો (integrated circuits IC). તે પછી બૃહદ્ માપક્રમ (large scale) ICનું આગમન થયું. આથી ઇલેક્ટ્રૉનિક ઉપકરણોનું કદ ખૂબ જ ઘટી ગયું. તે સસ્તાં થયાં તથા આયુષ્ય અને ક્ષમતામાં વધારો થયો. આનાથી અવકાશ-સંશોધન અને અન્ય ટેક્નૉલૉજીને ખાસ વિશેષ ફાયદા થયા છે; ઉદ્યોગો જેવાં અન્ય ક્ષેત્રોને પણ. આ બધાંની આર્થિક અને સામાજિક વ્યવસ્થાઓ ઉપર અસર થતાં માણસની કાર્ય અને જીવનશૈલીમાં ભારે પરિવર્તન આવતું રહ્યું છે.
હવે તો નૅનોટેક્નૉલૉજીનો યુગ શરૂ થયો છે. નૅનોમિટર એટલે મિટરનો અબજમો ભાગ (1 nm = 109 m). તે જ રીતે નૅનોસેકન્ડ એટલે સેકન્ડનો અબજમો ભાગ (1 ns = 109 s). નૅનો વિસ્તારમાં દ્રવ્યના ગુણધર્મો બદલાતા હોય છે. આમાંથી એવાં દ્રવ્યો તૈયાર થવા લાગ્યાં છે, જેમનો તબીબી, બાયૉટેક્નૉલૉજી, ઑપ્ટોઇલેક્ટ્રૉનિક્સ અને ઇજનેરી ક્ષેત્રે વ્યાપક રીતે ઉપયોગ થવા લાગ્યો છે. ઇલેક્ટ્રૉનિક પરિપથો કરતાં નૅનોટેક્નૉલૉજી-આધારિત પરિપથો હજાર ગણા નાના હોય છે. નૅનોટ્યૂબના વાહક ગુણધર્મોનો ઉપયોગ કરીને વિદ્યુતનેટવર્ક, રોબૉટ અને નૅનોયંત્રો ભવિષ્યમાં તૈયાર કરી શકાશે. છેલ્લાં દસ-વીસ વર્ષથી ઇન્ટરનેટ અને બાયૉટેક્નૉલૉજીએ ઘણું મોટું કદ ધારણ કર્યું છે.
બાયૉટેક્નૉલૉજી એટલે જૈવ-તંત્રો, જૈવ-માહિતી અને જૈવ-પ્રક્રિયાઓનો ઉદ્યોગોમાં ઉપયોગ. આ અર્થમાં બાયોટેક્નૉલૉજી હજારો વર્ષોથી વ્યવહારમાં પ્રયોજાયેલ છે. સૂક્ષ્મ જીવો ઉપર નિયંત્રણ રાખવાની ક્ષમતા અને તેમના વિવિધ ઉપયોગોથી બાયૉટેક્નૉલૉજીને વર્તમાન સ્વરૂપ મળ્યું છે. તેમાંથી જનનિક (genetic) ઇજનેરીનો ઉદ્ભવ થયો. આ જનનિક ઇજનેરીના આધારે સૂક્ષ્મ જટિલ અણુ ડી. એન. એ.નો વિસ્તૃત અભ્યાસ શક્ય બન્યો. ડી.એન.એ.ને માણસની નૅનો-પ્રતિકૃતિ ગણી શકાય. અર્થાત્, ડી.એન.એ. વ્યક્તિનાં તમામ સ્વાભાવિક અને શારીરિક લક્ષણોનું પ્રતિનિધિત્વ કરે છે. જનનિક ઇજનેરીને આધારે ડી.એન.એ.માં પરિવર્તન (ફેરફાર) કરવાનું શક્ય બન્યું છે. આ શક્યતાના આધારે ડી.એન.એ.માંથી વાંધાજનક લક્ષણો દૂર કરી શકાય છે; એટલું જ નહિ, પણ ઇચ્છિત લક્ષણો ઉમેરી શકાય છે. વંશપરંપરાગત રોગો નિર્મૂળ કરવામાં સફળતા મળશે. આટલું બધું થયા પછી જનીન-થેરપીનો મહિમા વધશે. પરિણામે તેનો અસામાજિક અને ગેરકાનૂની ઉપયોગ પણ વધશે. અન્ય ટેક્નૉલૉજીની જેમ જ બાયૉટેક્નૉલૉજીનાં સારાં અને નરસાં પરિણામો આવી શકે છે.
ચંદ્રયાન-I
ડી.એન.એ.માં જરૂરી પરિવર્તનો કરીને વ્યક્તિ પોતાનાં બાળકોને વિજ્ઞાની, સૈનિક, ખેલાડી કે અભિનેતા બનાવી શકશે. 2050ની સાલ સુધીમાં આ બાબત કદાચ સાર્વત્રિક અને સર્વસામાન્ય બને તો નવાઈ નહિ. જનનિક ઇજનેરી માણસની સુધારેલી (?) આવૃત્તિ બહાર પાડવા સમર્થ બનશે. વિકસિત સમાજ જ્યાં સર્વ ટેક્નૉલૉજીનો પ્રચુર વિકાસ થયો હશે અને અવિકસિત સમાજ જ્યાં ટેક્નૉલૉજીનો નહિવત્ વિકાસ થયો હશે, તેમની વચ્ચે સામાજિક અને રાજકીય ગંભીર સમસ્યાઓ પેદા થશે.
બ્રહ્માંડનાં રહસ્યો જાણવા માટે યુ.એસ.એ. ક્લેમન્ટાઇન, લ્યૂનર પ્રોસ્પેક્ટસ અને સમાનવ ઍપોલો મિશન સાથે ચંદ્ર સુધી પહોંચવાના કાર્યક્રમો યોજ્યા. તે માટેની જરૂરી ટેક્નૉલૉજી 1963થી વિકસાવવાની શરૂઆત કરી હતી. ભારતે પણ ચંદ્રના વિગતવાર અભ્યાસ માટે થોડાક સમયથી તૈયારીઓ શરૂ કરી દીધી છે. અવકાશસંશોધનની સંસ્થા ઇસરો મારફતે ચંદ્ર ઉપર મોકલવાના ચંદ્રયાનIની ટેક્નૉલૉજિકલ તૈયારીઓ તડામાર ચાલી રહી છે. અંદાજે આ કાર્યક્રમ 2006 સુધીમાં પાર પડશે. ચંદ્રની સપાટી અને તેના આંતરિક બંધારણ ઉપરથી પૃથ્વી અને સૌર મંડળના ઉદ્ગમ તથા બંધારણનો અભ્યાસ કરવાની તેમાં ગણતરી રહેલી છે. ચંદ્રયાનI ચંદ્રના ધ્રુવોની આસપાસ ભ્રમણ કરતો ઉપગ્રહ છે. ચંદ્રની સપાટીનો ભૂરાસાયણિક, ખનિજીય (mineralogical) અને ફોટો-ભૂસ્તરશાસ્ત્રીય અભ્યાસ એકસાથે કરવાનું મિશન તે ધરાવે છે. તે અદ્યતન સીમાંતક ટેક્નૉલૉજી-આધારિત ઉપકરણોથી સજ્જ હશે. ચંદ્રયાનI મિશનની રૂપરેખા આકૃતિમાં દર્શાવી છે.
ચંદ્રની સપાટી ઉપરાંત ઑલિવિન હિલ, ભાભા અને બોઝ ગર્ત-(crater)ના ઊંડાણે રહેલાં દ્રવ્યોનો અભ્યાસ રસપ્રદ હશે. ભારતના ચંદ્રયાનI તથા યુ.એસ.ના SMART-I, SELENE, LUNAR A, CHANGE-1 અને અન્ય મિશનો સતત પાંચ વર્ષ સુધી ચંદ્રની સપાટી અને આંતરિક રચનાનાં અવલોકનો કરશે. લગભગ 2010 સુધીમાં આ મિશનોનાં અવલોકનો અને અભ્યાસને આધારે ચંદ્રની સપાટીની રાસાયણિક, ખનિજીય અને ભૂસ્તરશાસ્ત્રીય ઉત્ક્રાંતિને લગતા મહત્વના સવાલોના જવાબ મળવા સંભવ છે. આ સાથે દૂર ભૂતકાળમાં પૃથ્વી-ચંદ્રની આંતરક્રિયા તથા ગ્રહીય પિંડો(planetary bodies)ની કદ-આધારિત ઉત્ક્રાંતિની વિશેષ માહિતી મળશે.
વિજ્ઞાન અને ટેક્નૉલૉજીના વિકાસની રફતાર (દર) આ રીતે ચાલુ રહે તો માણસ પૃથ્વી ઉપર બંધાયેલો નહિ રહે. ટેક્નૉલૉજીના ટેકે તે પૃથ્વી-ગ્રહની બહાર નીકળી અન્ય ગ્રહો ભણી ગતિ કરશે. અત્યારે શુક્રના અભ્યાસ માટે મેસેન્જર-યાન તથા શનિના અભ્યાસ માટે કેસીની-યાન નીકળી ચૂક્યાં છે. ત્યાંની તસવીરો આવવા લાગી છે. મંગળ ઉપર જળ તથા જીવનની માહિતી મેળવવા માર્સ-મિશન પુરજોશમાં કાર્ય કરે છે. અન્ય ગ્રહોના અભ્યાસ માટે વાઇકિંગ અને વૉયેજર યાનો પોતપોતાના ધ્યેય તરફ આગળ વધી રહ્યાં છે. હબ્બલ સ્પેસ ટેલિસ્કોપ (HST) વડે વિશ્વદર્શનની શક્યતાઓ વધતી ગઈ છે. તે રીતે, હવે અપાર્થિવ અભિનવ યંત્રવિજ્ઞાનનો યુગ શરૂ થયો છે. માણસ એક બાજુ અણુ-પરમાણુની ભીતરી સંરચના અને શક્તિની ખોજ કરવા મથી રહ્યો છે તો બીજી બાજુ તે વિરાટ વિશ્વ ભણી દોટ મૂકીને તેની ગતિવિધિ જાણવા મથી રહ્યો છે. પોતાના જેવી વિકસિત માનવ-સંસ્કૃતિની તલાશમાં તે બહાર અંતરિક્ષમાં જવા માગે છે. આમ, અન્ય ગ્રહો ઉપર પોતાના જેવી માનવજાતિનો ભેટો થશે અને ક્યારે થશે તેનો આધાર ટેક્નૉલૉજીના ઝડપી વિકાસ ઉપર છે.
નવી શરૂ થયેલી ત્રીજી સહસ્રાબ્દીના અંત સુધી માનવજાત જો ટકી રહેશે તો તેને આ જ તથા અગાઉની વિજ્ઞાનની કલ્પના-કથાઓ (science fictions) હકીકતો (facts) બનીને પાયાના સિદ્ધાંત તરીકે તેની સામે આવશે. ત્યારે સમાજ અને રાષ્ટ્રના દીદાર કેવા હશે તેની તો કલ્પના પણ આજે કરવી મુશ્કેલ છે.
ભારતને લાગેવળગે છે ત્યાં સુધી નવી ઊર્જા ટેક્નૉલૉજી(જેવી કે, ફ્યુઝન)ની તાતી જરૂરિયાત છે. તે માટે ફ્યુઝનના વિજ્ઞાન અને ટેક્નૉલૉજી સંબંધે વેગ વધારવો જરૂરી છે. તે માટે એશિયામાં ચીન, ભારત અને કોરિયા આગળ આવી રહ્યાં છે. આ રીતે મળતી ઊર્જા શુદ્ધ, મહદંશે સલામત અને સસ્તી છે. ન્યૂક્લિયર વિકિરણનાં કોઈ જોખમો નથી. તેના ઈંધણ (ડ્યુટેરિયમ) અને પ્રાપ્ત ટ્રિટિયમનો જથ્થો વિપુલ (અખૂટ) છે. તેનું વ્યૂહાત્મક દ્રવ્ય આતંકવાદીઓની પહોંચ બહાર છે, તે છતાં અન્ય વિકલ્પો હોવાના કારણે પશ્ચિમના દેશો ફ્યુઝન-ઊર્જાના ઉત્પાદનમાં જોઈએ તેટલો રસ ધરાવતાં નથી, પણ ભારત માટે આ ઊર્જા મહત્વની છે. ફ્યુઝન-ટેક્નૉલૉજી માટે ઇન્સ્ટિટ્યૂટ ફૉર પ્લાઝ્મા રિસર્ચ (ભાટ, ગાંધીનગર) વિશ્વસ્તરે પોતાની ઊંચાઈ વધારી રહ્યું છે.
જીવાશ્મી (fossil) ઈંધણનો જથ્થો મર્યાદિત અને પ્રદૂષણકારી હોઈ, ભારતે જરૂરી ઊર્જા ઉત્પાદન માટે પુન:પ્રાપ્ય (renewable) ઊર્જા કાર્યક્રમ તરફ પોતાનું સઢ ફેરવ્યું છે. પવન-ઊર્જા-ક્ષેત્રે ભારત વિશ્વમાં મોખરે છે. સૌર ઊર્જામાંથી ઉષ્મા (ગરમી) અને વિદ્યુતના ઉત્પાદન માટે ટેક્નૉલૉજી વિકસાવી છે, પણ તેને વ્યવહારુ અને કિફાયત બનાવવાનું બાકી છે. ભારતના 6,100 કિમી. લાંબા દરિયાકિનારાની દૃષ્ટિએ જળઊર્જાસ્રોત ઘણો આશાસ્પદ છે. ટકાઉ વિકાસ માટે આ પરિબળો પવન, પાણી અને પ્રકાશ યથોચિત ટેક્નૉલૉજી હાથ લાગતાં, પાયાનું કામ કરી શકે તેમ છે.
માહિતી અને સંચાર ટેક્નૉલૉજી (Information and Communication Technology – ICT) અર્થવ્યવસ્થા મજબૂત અને સરળ બનાવવામાં પ્રાણ પૂરે તેટલી ક્ષમતા ધરાવે છે. તેને આધારે આગળ દસ વર્ષમાં GDP બમણો અને સૉફ્ટવેરનું બજાર દસ ગણું થાય તેમ છે. માહિતી પ્રૌદ્યોગિકી (I.T.) અને ICT કોઈ પણ રાષ્ટ્ર, ખાસ કરીને ભારત માટે અડીખમ આધારસ્તંભો બની રહ્યા છે. ભારત સૉફ્ટવેર ક્ષેત્રે સુપર પાવર બની રહે તેવાં તમામ લક્ષણો ધરાવે છે. IT, ICT અને ઑટોમેશનના આગમન અને તેમના પ્રયોજનથી વ્યવહારો ઉત્પાદનલક્ષી બનતાં સમાજકલ્યાણનો માર્ગ સરળ બની રહ્યો છે.
છેલ્લા બે દસકામાં જનીન (gene) અને IT ક્રાંતિએ મોટું કદ ધારણ કર્યું છે. પરંપરાગત અને અગ્ર-ટેક્નૉલૉજીના સમન્વયથી ઈકૉટેક્નૉલૉજીનો ઉદ્ભવ થયો છે, જેનાથી અર્થવ્યવસ્થા, પારિસ્થિતિકી સમાનતા, રોજગારી અને ઊર્જાની તાકાતમાં ઑર વધારો થયો છે.
સંચારણ અને પારકલન (computing) ટેક્નૉલૉજીએ પૃથ્વીવાસીઓના જીવન ઉપર ઘેરી અસર પેદા કરી છે. ઇન્ટરનેટનું સ્વરૂપ વૈશ્વિક બની રહ્યું છે. ગણક-પ્રક્રિયાઓથી અનુકરણ (simulation) પરિરૂપ રચાતાં પારિતંત્ર (ecosystem) અને હવામાનક્ષેત્રે અભ્યાસની સરળતાઓ વધી છે. સૉફ્ટવેર ઉદ્યોગથી નવાં નવાં સાધનો મળી રહેશે. પરિણામે સંશોધનકાર્યો અને કૃષિપારિતંત્ર(agroecosystem)ની સમજ વધશે. દૂરસંવેદન (remote sensing) અને અવકાશી ઉપગ્રહોથી મળતાં પરિણામો વિગતવાર ભૌગોલિક માહિતી માટે ઉપયોગી છે તથા ભૂમિગત પ્રાકૃતિક સંસાધનોના પ્રબંધનમાં સહાયરૂપ થાય છે.
ટકાઉ ઊર્જા-વિકાસ માટે સીમાંતક ટેક્નૉલૉજી, નૅનોવિજ્ઞાન અને પ્રગત દ્રવ્યો, જૈવવિજ્ઞાન અને સંજનીન(genome)ક્ષેત્રે સંશોધનથી ઉદ્ભવતી ટેક્નૉલૉજી, જ્ઞાન(માહિતી)-આધારિત સમાજ માટે માહિતીવિજ્ઞાન અને ટેક્નૉલૉજી, આહાર, પોષણ તથા પર્યાવરણને લગતી સલામતી; ઔષધ અને રોધક્ષમતા પ્રત્યેનાં વલણો વિજ્ઞાન અને ટેક્નૉલૉજીના વિકાસનાં સીમાચિહ્નો છે.
એકવીસમી સદીના અંતે અને ત્યારબાદ નવી નવી ટેક્નૉલૉજીનો પુષ્કળ માત્રામાં વિકાસ અને ઉપયોગ થશે. માણસના રોજબરોજના કાર્યક્રમોનું સંચાલન કમ્પ્યૂટર કરશે. યંત્ર-નિયંત્રિત જીવન હશે. આજે જુદી જુદી ટેક્નૉલૉજી એટલી બધી ત્વરાથી વિકસી રહી છે કે માણસ પોતાના જ જીવનકાળ દરમિયાન બદલાતી જતી સંસ્કૃતિથી અજાણ્યો બની જશે. આ સાથે માણસ કદાચ પોતાની અસ્મિતા (ઓળખ) ગુમાવી બેસે.
ભારતમાં કેન્દ્ર સરકાર સ્તરે વિજ્ઞાન અને પ્રૌદ્યોગિક વિભાગ(Department of Science & Technology)ની સ્થાપના 1971માં કરવામાં આવી. આ વિભાગનો મુખ્ય હેતુ વિજ્ઞાન અને પ્રૌદ્યોગિક સાથે સંકળાયેલાં નવાં ક્ષેત્રોનો દેશમાં પ્રચાર અને વિકાસ કરવો તેમજ તે માટે જરૂરી કાર્યક્રમોની રૂપરેખા તૈયાર કરી તેમનું આયોજન અને સંકલન કરવું વગેરે છે.
કોઈ ચોક્કસ પ્રૉજેક્ટ અને કાર્યક્રમો માટેની વિજ્ઞાન અને પ્રૌદ્યોગિક વિભાગની મુખ્ય જવાબદારી નીચે મુજબ છે :
(1) વિજ્ઞાન અને ઉદ્યોગની નીતિ તેમજ તેની રૂપરેખા તૈયાર કરવી તેમજ વિવિધ વૈજ્ઞાનિક અને ઔદ્યોગિક ક્ષેત્રોના વિકાસ માટે રસ અને ક્ષમતા ધરાવતી વિવિધ સંસ્થાઓનું સંકલન કરવું.
(2) ગ્રામવિસ્તાર અને નબળા વર્ગોનાં સામાજિક વર્તુળમાં વિજ્ઞાન અને ઉદ્યોગ સાથે સંકળાયેલા આવિષ્કારોને મદદ કરવી.
(3) વિજ્ઞાન અને ઉદ્યોગનો પ્રચાર અને પ્રસાર કરવો.
(4) સ્વરોજગારીની તકો ઊભી કરવી અને ઔદ્યોગિક સાહસિકતાનો વિકાસ કરવો.
(5) વિજ્ઞાન અને ઉદ્યોગ માટેની સૂચના-પદ્ધતિનું વ્યવસ્થાપન અને સંકલન કરવું.
(6) ખેતીવાડી, વૉટર-રિસોર્સિસ મૅનેજમેન્ટ, કુદરતી આફતોની ચેતવણી વગેરે માટે જરૂરી હવામાનને લગતી સૂચનાઓ અને સેવાઓ પૂરી પાડવી.
(7) અદ્યતન મેડિકલ સંશોધન અને ખગોળશાસ્ત્રીય માહિતીમાં વિશેષતા ધરાવતી સ્વનિર્ભર સંશોધક સંસ્થાઓને મદદ કરવી.
(8) દેશની રાષ્ટ્રીય સંસ્થાઓમાં થતાં પાયાનાં સંશોધનોને મદદ કરવી.
(9) ઊભરતા સાયન્સ અને ટેક્નૉલૉજીના કાર્યક્રમોને હાથ ધરવા.
ગુજરાત રાજ્યમાં વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકીના મુખ્ય બે વિભાગો છે :
(1) સાયન્સ ઍન્ડ ટેક્નૉલૉજી
(2) બાયૉટેક્નૉલૉજી
આ પૈકી સાયન્સ ઍન્ડ ટેક્નૉલૉજી વિભાગમાં નીચેની સંસ્થાઓ કાર્યરત છે :
(1) ગુજરાત કાઉન્સિલ ઑન સાયન્સ ઍન્ડ ટેક્નૉલૉજી
(2) ગુજરાત કાઉન્સિલ ઑવ્ સાયન્સ સિટી
(3) ભાસ્કરાચાર્ય ઇન્સ્ટિટ્યૂટ ફૉર સ્પેસ ઍપ્લિકેશન ઍન્ડ જિયૉઇન્ફૉર્મેટિક્સ
(4) ગુજરાત ઇન્ફૉર્મેટિક લિમિટેડ
(5) ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ સિસ્મૉલોજિકલ રિસર્ચ
ગુજરાત રાજ્યના દરેક વિસ્તારમાં વિજ્ઞાનનાં પ્રચાર અને પ્રસારનું કાર્ય ગુજરાત કાઉન્સિલ ઑન સાયન્સ ઍન્ડ ટેક્નૉલૉજી અને ગુજરાત કાઉન્સિલ ઑવ્ સાયન્સ સિટી દ્વારા કરવામાં આવે છે; જેમાં નીચે મુજબના કાર્યક્રમોનો સમાવેશ થાય છે :
(1) લોકોને વિજ્ઞાનથી અભિમુખ કરવા.
(2) બાળકો તથા નાગરિકોમાં વૈજ્ઞાનિક વલણ વિકસાવવું.
(3) બાળકો-વિદ્યાર્થીઓને તેમના અભ્યાસમાં વિવિધ તબક્કે વિજ્ઞાનપ્રવૃત્તિઓ પૂરી પાડવી.
(4) બાળકો તથા નાગરિકોમાં વિજ્ઞાન અને વિદ્યાર્થીઓને વિજ્ઞાનશિક્ષણમાં ઉપયોગી થવું.
(5) વિજ્ઞાન-વિષયક પ્રવૃત્તિઓનું આયોજન અને સંચાલન કરવું.
(6) જીવનના વિવિધ તબક્કે, વિજ્ઞાનની ઉપયોગિતા અને તેનું મહત્વ સમજાવવું.
(7) સામાજિક વિકાસમાં વિજ્ઞાનનો ફાળો મહત્વનો છે તેની સમજ આપવી.
(8) સમાજના વિવિધ સ્તરે વૈજ્ઞાનિક પ્રવૃત્તિઓને શોધવી અને પ્રોત્સાહન પૂરું પાડવું.
(9) સંગ્રહસ્થાન(મ્યુઝિયમ)ના માધ્યમ દ્વારા જનસંપર્ક વધારવો તથા જનસમાજમાં વૈજ્ઞાનિક અભિગમ વિકસાવવો.
(10) શહેરી તથા ગ્રામવિસ્તારમાં પ્રવર્તતી સમાજને નુકસાનકારક અને અવૈજ્ઞાનિક પ્રવૃત્તિઓ તેમજ સમાજમાં પ્રવર્તતી અંધશ્રદ્ધા, વહેમ કે કુરિવાજો જેવી બદીઓ સામે લોકજાગૃતિ કેળવવી તથા તેની નાબૂદી અંગેના પ્રયત્નો કરવા.
(11) વૈજ્ઞાનિક અભિગમ દ્વારા સામાજિક અને આર્થિક વિકાસ કરવો.
Extra curricular activities done by the students of Swami Vivekananda primary school 🏫 👇
રાણપુરનો ગઢ
શું તમારી યાદીમાં એવા કોઈ ઐતિહાસિક સ્થળ છે જેની મુલાકાત લેવા તમે બહુજ ઉત્સાહિત હતા અથવા છો?
અહીં આ બ્લૉગમાં હું આવા જ એક ઐતિહાસિક સ્થળની મુલકાત વિશે વાત કરવા જઈ રહી છું જે અન્ય સ્થળોની જેમ એક આગવી વિશેષતા ધરાવે છે. તો ચાલો આપણે પહેલા તેના ઇતિહાસની ઝાંખી કરી લઈએ.
આગવો ઇતિહાસ
રાણપુર શહેરમાં ભાદર અને ગોમા નદીની વચ્ચે રાણાજી ગોહિલનો ગઢ આવેલો છે. આ ગઢનો ઇતિહાસ એવો છે કે ઈ.સ. 1290 માં તેમના પિતાજી સેજકજીનુ અવસાન થયુ હતુ ત્યારે સેજકજીના મોટા પુત્ર રાણાજી ગોહિલને ગાદી સોપવામાં આવી હતી. તેમના સંરક્ષણની દ્રષ્ટિએ રાણપુરની આજુબાજુની જગ્યા યોગ્ય લાગતાં સેજકપુરથી તેમની ગાદી તેમના નામ રાણાજી ઉપરથી રાણપુર વસાવી ત્યાં ગાદી ફેરવી હતી. સંરક્ષણની દ્રષ્ટિએ વિચારી નદીના કિનારે ટેકરી ઉપર કિલ્લો બનાવીને તેમાં રાણાજી મહેલ બનાવ્યો હતો. ગોહિલ કુળનું સૌરાષ્ટ્રમાં આગમન બાદ તેમનો બનાવેલ આ પ્રથમ કિલ્લો છે.
ઈ.સ. 1309 માં અલાઉદીન ખીલજીના લશ્કરની રાણપુર ઉપર ચડાઈ કરવામા આવે અને રાણપુરની નજીકમા આવેલ કનારા ગામ સુધી અલાઉદીનનું લશ્કર પહોંચી જાય છે. જેની જાણ સૈનિક રાણપુર જઈ રાણાજીને ખબર આપે છે કે રાણા રમતું મેલ કટક આયુ કનારા આ કહેવત આજે પણ રાણપુર વિસ્તારની સમગ્ર પ્રજા બોલે છે. રાણાજી સંભાળીને લશ્કર સાથે કનારા પહોંચી જાય છે. યુદ્ધ થાય છે અને રાણાજી આ યુધ્ધમા ખપી જાય છે તેમનો ધ્વજ નીચે પડી જાય છે.
આ યુધ્ધ રાણીઓ જોઈ રહ્યા હતા ધ્વજને નીચે પડી જતા જોઈ આ રાણીઓ તેમના કુટુંબની મહિલાઓ સાથે બાજુમાં આવેલા કુવામાં આત્મ બલિદાન કરે છે. સતીઓ અને જોહરમાં ઘણો તફાવત છે. પતિના મૃત્યુ બાદ તેમની પત્ની પતિની ચિતા ઉપર બેસી પતિ સાથે તેણી અગ્નિસંસ્કાર કરે છે તેને સતી કહેવાય છે.
પતિ યુદ્ધમાં હારી ગયા હોય અને કેદ થયા હોય અથવા ખપી ગયા હોય ત્યારે દુશ્મનો આવી પોતાની સતીત્વ મર્યાદાનું ઉલંઘન ન કરી શકે માટે પોતાના રક્ષણ માટે આત્મ બલિદાન આપે તેને જોહર કહેવામાં આવે છે.
રાણપુરના ઐતિહાસિક કિલ્લામાં આત્મ બલિદાનના ગૌરવ પ્રતિકરૂપ ગુજરાતમાં એકમાત્ર જલ જોહર સ્થાન છે. રાજપુતાણીઓના જોહરની સૂર્યકથાની સ્મૃતિઓ જેની સાથે વર્ણવેલ છે. તે પૂણ્યભૂમિ દર્શન કરવાની દરેક રાષ્ટ્રપ્રેમી અને શૌર્યવાન વીર વિરાંગનાઓની ભાવના હોવી જોઈએ.
આજે પણ આ કિલ્લાઓ એવા જ લાગી રહ્યા છે કે જ્યાં રાણાજી ગોહિલ પોતે રાજ કરી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. હાલમાં બાજુમાં જ જ્યાં સાતેસાત રાણીઓએ જોહર કર્યું હતું તે કૂવો પણ હાલમાં ત્યાં જ છે.
જોહર કર્યું તે કૂવો |
હાલમાં ગઢની અંદર બળદગાડાને હાથી ઘોડાના શણગારના સામાનનો પણ એક રૂમ હાલમાં છે જયાં રાણાજી ગોહિલના હથીયાર ભાલા, તલવાર, ઢાલ ને અનેક સામગ્રીઓ પણ એક ખંડની અંદર રાખવામાં આવેલા છે.
Here I have attached the more pictures related to the place is given below...⬇️ Do visit again this blog... Thank you 😊
LPC 1 - Gujarati language - Amol - PDF
ES 1 - શિક્ષણમાં દ્રષ્ટિકોણ - Amol - PDF
PS 01/02 - શિક્ષણશાસ્ત્ર : ભાષા, સામાજિક વિજ્ઞાન અને વાણિજ્ય Amol - PDF
LS 1 - અધ્યેતાનું મનોવિજ્ઞાન - Nirav - PDF
ES 1 - શિક્ષણમાં દ્રષ્ટિકોણ - Nirav - PDF
PS 01/02 - શિક્ષણશાસ્ત્ર : ભાષા, સામાજિક વિજ્ઞાન અને વાણિજ્ય - NILAV - PDF
PEDAGOGY FOR MATHEMATICS AND SCIENCE- NIRAV - PDF
LPC 1 ગુજરાતી ભાષા Nirav - PDF
ES 2 - સ્વનો વિકાસ -PDF
LS 2 - અઘ્યયન અને અધ્યાપન - PDF
CUS 2 - જ્ઞાન અને અભ્યાસક્રમ - PDF
LPC 2 - English language - PDF
PS 2/3 ગણિતનું પદ્ધતિશાસ્ત્ર - PDF
PS 2/3 Pedagogy of English - PDF
PS 2/3 સંસ્કૃત નું પદ્વતિશાસ્ત્ર. -PDF
PS2/3 અર્થશાસ્ત્રનું પદ્ધતિશાસ્ત્ર - PDF
ES 2 - સ્વનો વિકાસ - PDF
LS 2 - અઘ્યયન અને અધ્યાપન - PDF
CUS 2 - જ્ઞાન અને અભ્યાસક્રમ - PDF
LPC 2 - English language - PDF
PS 2/3 - સામજિક વિજ્ઞાનનું પદ્ધતિશાસ્ત્ર - PDF
PS 2/3 - ગુજરાતીનું પદ્ધતિશાસ્ત્ર - PDF
PS 2/3 - વિજ્ઞાનનું પદ્ધતિશાસ્ત્ર - PDF
PS 2/3 - ગણિતનું પદ્ધતિશાસ્ત્ર - PDF
PS 2/3 - હિન્દી નું પદ્ધતિશાસ્ત્ર - PDF
Educational Videos
નમૂનારુપ અહેવાલ લેખનની ફાઇલ
અહિં આપની સમક્ષ શાળા ઉપયોગી વિવિધ અહેવાલ લેખનની ફાઇલ નમૂનારુપે મુકેલ છે.
ક્રમ | ફાઇલનું નામ | ડાઉનલોડ |
૧ | ગુજરાત ગૌરવ દિવસ | |
૨ | વિશ્વ દિવ્યાંગ દિવસ | |
૩ | ભારતીય નૌ સેના દિવસ | |
૪ | વિશ્વ આરોગ્ય દિવસ | |
૫ | વિશ્વ થેલેસેમીયા દિવસ | |
૬ | વિશ્વ રેડ ક્રોસ દિવસ | |
૭ | દાંડી કૂચ દિવસ | |
૮ | વિશ્વ માતૃભાષા દિવસ | |
૯ | વિશ્વ પુસ્તક દિવસ | |
૧૦ | શહિદ દિવસ | |
૧૧ | પંચાયતી રાજ દિવસ | |
૧૨ | વિશ્વ ટી.બી. દિવસ | |
૧૩ | ૨૬ મી જાન્યુઆરી દિવસ | |
૧૪ | બાળમેલો આયોજન ફાઇલ | |
૧૫ | બાળમેલાની પ્રવૃત્તિ | |
૧૬ | બાળમેલાના વિભાગ | |
૧૭ | મહત્વના દિવસોની જાણકારી | |
૧૮ | બંધારણ દિવસ | |
૧૯ | બેટી બચાવો નિબંધ | |
૨૦ | ગંદકી મુક્ત ભારત નિબંધ | |
૨૧ | ૩૬૫ દિવસનો મહિમા ભાગ-૧ | |
૨૨ | ૩૬૫ દિવસનો મહિમા ભાગ-૨ | |
૨૩ | ૩૬૫ દિવસનો મહિમા ભાગ-૩ | |
૨૪ | નવા પ્રજ્ઞા સંકેત | |
૨૫ | શાળા પ્રવેશોત્સવ આયોજન ફાઇલ | |
૨૬ | પ્રિય વિદ્યાર્થી પ્રોફાઇલ | |
૨૭ | અંગ્રેજી સ્પેલિંગ્સ ધો-૬ | |
૨૮ | અંગ્રેજી સ્પેલિંગ્સ ધો-૭ | |
૨૯ | અંગ્રેજી સ્પેલિંગ્સ ધો-૮ | |
૩૦ | સ્વચ્છતા વિશે નિબંધ | |
૩૧ | શાળા સ્વચ્છતા પખવાડિયા આયોજન ફાઇલ | |
૩૨ | વિશ્વ પૃથ્વી દિવસ | |
૩૩ | વિશ્વ યોગ દિવસ | |
૩૪ | યૉગ અને પ્રાણાયામ | |
૩૫ | વિશ્વ મહિલા દિવસ | |
૩૬ | ઇક્કો ક્લબ આયોજન ફાઇલ | |
૩૭ | ગણિત-વિજ્ઞાન મંડળની પ્રવૃત્તિ | |
૩૮ | ગાંધીજી નિર્વાણ દિવસ | |
૩૯ | ગાંધી જયંતિ | |
૪૦ | ગાંધીજી જન્મ જયંતિ આયોજન ફાઇલ | |
૪૧ | ગુજરાત સ્થાપના દિવસ | |
૪૨ | જન્મ તારીખનો દાખલો | |
૪૩ | બોનાફાઇટ સર્ટી | |
૪૪ | જ્ઞાન સપ્તાહ ઉજવણી ફાઇલ | |
૪૫ | ડૉ. બાબાસાહેબ આંબેડકર | |
૪૬ | બાળ સાંસદ રચના | |
૪૭ | બાળ સાંસદ ફાઇલ | |
૪૮ | મહાત્ત્મા ગાંધીજી નિબંધ | |
૪૯ | મારા સપનાનું ભારત નિબંધ-૧ | |
૫૦ | મારા સપનાનું ભારત નિબંધ-૨ | |
૫૧ | રાષ્ટ્રીય મતદાતા દિવસ | |
૫૨ | રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ | |
૫૩ | વિશ્વ વન દિવસ | |
૫૪ | ૧૫ મી ઓગષ્ટ | |
૫૫ | વિશ્વ ચકલી દિવસ | |
૫૬ | વિશ્વ જળ દિવસ | |
૫૭ | વિશ્વ પર્યાવરણ દિવસ | |
૫૮ | વિશ્વ માતૃભાષા દિવસ | |
૫૯ | વિશ્વ વન્યજીવ દિવસ | |
૬૦ | શાળા આરોગ્ય તપાસણી | |
૬૧ | શાળા સલામતી સપ્તાહ | |
૬૨ | સ્વચ્છતા પખવાડિયું | |
૬૩ | ફીટ ઇન્ડિયા | |
64 | વેસ્ટ માથી બેસ્ટ | |
65 | શાળા વ્યવસ્થાપન ફાઇલ | |
66 | રજા માહિતી | |
67 | બદલી ઠરાવ જી.આર. | |
68 | શિક્ષકોની ફરજો | |
69 | વર્તમાન અધિકારીઓ | |
70 | રેસીપી બૂક | |
71 | ભારત રત્ન એવોર્ડ | |
72 | ધો 6 થી 8 સા.વિજ્ઞાન-1 | |
73 | ધો 6 થી 8 સા.વિજ્ઞાન-2 | |
74 | ધો 8 સા.વિજ્ઞાન | |
75 | સા.વિજ્ઞાન કેલેન્ડર | |
76 | વૈજ્ઞાનિક કેલેન્ડર | |
77 | શોધ અને શોધક | |
78 | ગણિત ગમ્મત | |
79 | ગણિત – વિજ્ઞાન મંડળની પ્રવૃતિઓ | |
80 | મહાન ભારતીય વૈજ્ઞાનિકો | |
81 | અંગ્રેજી શીખો-5 | |
82 | અંગ્રેજી શીખો-3 | |
83 | મારો પરિવાર | |
84 | ધો 2 થી 5 ગુજરાતી નિબંધ | |
85 | ગુજરાતી વ્યાકરણ | |
86 | માસવાર આયોજન | |
87 | પ્રેરણાત્મક વાર્તાઓ | |
88 | સુવિચાર પોથી-1 | |
89 | સુવિચાર પોથી-2 | |
90 | સુવિચાર પોથી-3 | |
91 | સુવિચાર પોથી-4 | |
92 | સુવિચાર પોથી-5 | |
93 | સુવિચાર પોથી-6 | |
94 | ધો 4 રમતા રમતા હિન્દી | |
95 | ધો 4 રમતા રમતા ગુજરાતી | |
96 | ધો 3 રમતા રમતા ગુજરાતી | |
97 | ધો 5 રમતા રમતા ગુજરાતી | |
98 | દર્પણ ડાયરી ધો 3 થી 8 મુખ્ય નોંધ | |
99 | સાંસ્કૃતિક વન | |
100 | સ્કૂલ આઇડિયા | |
101 | અધ્યયન નિષ્પતિઓ(નવી) | |
102 | એલ.સી.લખવાના નિયમો | |
103 | ધોરણ 3 કવિતા | |
104 | ધોરણ 4 કવિતા | |
105 | ધોરણ 5 કવિતા | |
106 | ધોરણ 6 કવિતા | |
107 | ધોરણ 7 કવિતા | |
108 | ધોરણ 8 કવિતા | |
109 | રંગીન શાળા | |
110 | તમામ જિલ્લાના નક્શાઓ | |
111 | PFMS શું છે? | |
112 | PFMS સંચાલન | |
113 | PFMS સોફ્ટવેર સુચનાઓ | |
114 | English grammar(Angle Academy) | |
115 | ધો.૧ થી ૧૦ તમામ વિષયોની શૈક્ષણિક રમતો | |
116 | ડીજીટલ લાઈબ્રેરી | |
117 | ધો.૩ થી ૫ ગણિત હોમવર્ક (સમય આધારિત) | |
118 | ગુજરાત રાજ્યના તમામ જિલ્લાઓ | |
119 | ખેલો ઈન્ડિયા માહિતી | |
120 | અદ્ભુત ચિત્રો | |
121 | જી.આર.માં સુધારો માટેના મંજૂરીના પત્રકો | |
122 | પર્યાવરણ પ્રયોગશાળા ફાઈલ | |
123 | સાચી જોડણી લાગે વહાલી | |
124 | જૂન માસ ધો.૧ થી ૮ ઘરે શીખીયે અધ્યયન નિષ્પતિઓ | |
125 | જુલાઇ માસ ધો.૧ થી ૮ ઘરે શીખીયે અધ્યયન નિષ્પતિઓ | |
126 | ઑગષ્ટ માસ ધો.૧ થી ૮ ઘરે શીખીયે અધ્યયન નિષ્પતિઓ | |
127 | વાહન પ્રોજેક્ટ (રિયાની મુસાફરી, આસપાસ ધો.૪) | |
128 | ખેલો ઇન્ડિયા ક્વિઝ પ્રશ્નો | |
129 | ગણિત સંજ્ઞા અને સૂત્રો | |
130 | મેડીકલ બીલની પ્રકિયા | |
131 | સરકારી કર્મચારીના મૃત્યુ બાદ સહાયની અરજી | |
132 | ધોરણ.૩ ગણિત પ્રેક્ટિસ બુક (પ્રથમ સત્ર) | |
133 | ધોરણ.૪ ગણિત પ્રેક્ટિસ બુક (પ્રથમ સત્ર) | |
134 | ધોરણ.૫ ગણિત પ્રેક્ટિસ બુક (પ્રથમ સત્ર) | |
135 | ધોરણ.૩ થી ૫ દિવાળી વેકેશન ગૃહકાર્ય |
વિજ્ઞાન અને ટેક્નોલોજનું જીવનમાં મહત્વ વિજ્ઞાન અને ટેક્નોલોજી આપણા રોજિંદા જીવનનો અભિન્ન ભાગ બની ગયા છે. વિજ્ઞાન એ જ્ઞાન પ્રાપ્ત કરવાની પ...