Wednesday, 26 February 2020

Session on Tourism by Aradhna Bhatt



#પ્રવાસી_મંચ
#સાહિત્ય_અકાદમી_દ્વારા_ગુજરાતી_ભાષા_સાહિત્ય_ભવનના_સહયોગથી_આયોજિત
#આરાધના_ભટ્ટ
#મહારાજા_કૃષ્ણકુમારસિંહજી_વિશ્વવિદ્યાલય_ભાવનગર

જેમ અવનવા સંવાદ રૂપી ઝરણાઓ દ્વારા અનુભવો અને જ્ઞાનની અનુભૂતિ થાય છે તે જ ક્ષણે કંઈક મેળવવાની વૃતિ ઉત્પન થાય છે એવા જ રસપ્રદ સંવાદનો આજે અમે હિસ્સો બન્યા. જે સાહિત્ય અકાદમી દ્વારા ગુજરાતી ભાષા-સાહિત્ય ભવનના સહયોગથી #પ્રવાસી_મંચનુ આયોજન કરવામાં આવ્યું હતું.ત્યાં મુખ્ય અતિથિ વિશેષ તરીકે આરાધના ભટ્ટ ઉપસ્થિત રહ્યા હતા અને કવિ શ્રી વિનોદ જોશી, મધુકરભાઈ, જયંત મેઘાણી, સુભાષભાઈ, ચિંતનભાઈ તે ઉપરાંત અંગ્રેજી, અર્થશાસ્ત્ર અને શિક્ષણશાસ્ત્રના અધ્યાપકો અને વિદ્યાર્થીઓ હાજર હતા.

કાર્યક્રમની શરૂઆત કવિ કાગ રચિત સ્વાગત ગીત 'આવકારો મીઠો આપજો' દ્વારા થઇ હતી. 'જ્યાં ચરણ રુકે ત્યાં કાશી' આ શબ્દો દ્વારા  આરાધના ભટ્ટે સંવાદની શરૂઆત કરી. જેઓ  સીડની, ઑસ્ટ્રેલિયા નિવાસી ગુજરાતી છે અને તેઓ જર્નાલિસ્ટ, પ્રોફેસર, લેખિકા અને શાસ્ત્રીય સંગીતના જાણકાર છે. તેમના અનુભવ અને તેમની કૃતિઓ વિશે અવનવા સંવાદ થયા હતા.

આ ઉપરાંત તેમના ઓસ્ટ્રેલિયાના અનુભવ વિશે જણાવ્યું હતું કે ત્યાં 300 જેટલી ભાષા બોલાય છે અને ત્યાં સંસ્કૃતિ અને સભ્યતાનું અનેરું તાદ્રશ્ય વાતાવરણ મળી રહે છે. 13 વર્ષથી રેડિયો સાથે સંકળાયેલા જેમને સૂરસંવાદ ગુજરાતી રેડિયો નામક રેડિયો ની સ્થાપના કરી છે  તેનું પ્રસારણ નેશનલ રેડિયો પર થતુ હોય છે. આમ ગુજરાતી ભાષા સાથે તેમના લગાવવાથી ગુજરાતી રેડિયોની શરૂઆત કરી હતી. દર રવિવારે જીવંત જે વેબસાઈટ પર મૂકાઈ છે.

 ત્યાંના ગુજરાતીઓ સાથે સુમેળભર્યા સમન્વય બની રહે તે   માટે સાપ્તાહિક સમાચાર, મનોરંજન ગીત, નામાંકિત ગુજરાતી વ્યક્તિઓ સાથેના સંવાદો, ઇન્ટરવ્યૂ, વાર્તાલાપ પ

ત્રકારત્વનો અભિગમ વગેરે સાથે મુલાકાત થતી. આમ તેમના દ્વારા પ્રકાશિત કરવામાં આવેલી કૃતિઓ જેમાં #'પ્રવાસીની' રસપ્રદ ચર્ચા કરવામાં આવી હતી.

 ગુજરાતની મહિલાઓના દેશાંતરના અનુભવો જેવા ન્યૂઝીલેન્ડ, અમેરિકા, આફ્રિકામાં દરેક ગુજરાતી મહિલા સાથેનો સંવાદ છે,
પત્રકારત્વની મુલાકાત લેતા  દરેક વ્યક્તિ કઈ રીતે વ્યક્ત થાય છે,  મુલાકાત શબ્દ રુપે કેવી રીતે નીખરી ઉઠે અને કેટલીક પ્રશ્નોની સચોટતામાં મુશ્કેલીઓ અને વ્યક્તિને વ્યક્ત થવા માટે  પૂરો અવકાશ આપવો વગેરેની વાત થઈ હતી. વ્યક્તિ દ્વારા વ્યક્ત થતા શબ્દોની વચ્ચે રહેલા અવકાશને સમજવાનો પ્રયત્નએ મહત્વનો ભાગ બની રહે છે. આ ઉપરાંત ફાર્માસીસ્ટ, લોયર, ડોક્ટર, કલાકારો, સાહિત્યકારો વચ્ચેના સંવાદમાં કાળજીપૂર્વકતા  રહેલી હોય છે. તેમણે ઓસ્ટ્રેલિયા નો અનુભવ રજુ કરતા તેમને અવનવા મનોભાવો વ્યક્ત કર્યા હતા.વિદ્યાર્થીઓ અને અન્ય ઉપસ્થિત અધ્યાપકો દ્વારા પ્રશ્નોત્તરી થઇ.

I would like to Thanks to Department of Gujarati, Mahendr Parmar sir for this enduring productive session and also thanks to Dilip Barad sir.



No comments:

Post a Comment

શિક્ષણ અને રોજિંદા જીવનમાં વિજ્ઞાન અને ટેકનોલોજીનું મહત્વ

  વિજ્ઞાન અને ટેક્નોલોજનું જીવનમાં મહત્વ  વિજ્ઞાન અને ટેક્નોલોજી આપણા રોજિંદા જીવનનો અભિન્ન ભાગ બની ગયા છે. વિજ્ઞાન એ જ્ઞાન પ્રાપ્ત કરવાની પ...